અમદાવાદ : 'ખીચડી લાલ થઈ જાય છે,' પ્રદૂષિત પાણીથી ત્રસ્ત ખેડૂતો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, અમદાવાદ: 'ખીચડી લાલ થઈ જાય છે,' પ્રદૂષિત પાણીથી ત્રસ્ત ખેડૂતો શું બોલ્યા?
અમદાવાદ : 'ખીચડી લાલ થઈ જાય છે,' પ્રદૂષિત પાણીથી ત્રસ્ત ખેડૂતો શું બોલ્યા?
પ્રકાશિત

અમદાવાદના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામના આંદોલનની લડાઈ હવે ઉગ્ર બની રહી છે. 33 દિવસથી આંદોલન છતાં ઉકેલ નહીં આવતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું છે.

ભેટાવાડા સહિત આસપાસના પાંચ ગામનો વિરોધ યથાવત્ છે.

ગામલોકોનો આરોપ છે કે પ્રદૂષિત પાણીને કારણે તેમને અનેક રીતે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ગામલોકોનો દાવો છે કે આ પ્રદૂષિત પાણીને કારણે તેમને અનેક રોગ પણ થઈ રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન