આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે?

વીડિયો કૅપ્શન, આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે?
આગામી 2-3 દિવસમાં ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે?
પ્રકાશિત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બેથી ત્રણ દિવસમાં નૈર્ઋત્યનું ચોમાસું સમગ્ર ભારતમાંથી સંપૂર્ણપણે વિદાય લઈ લેશે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જે આગળ વધીને તમિલનાડુ તરફ જઈ શકે છે.

તેના પ્રભાવથી દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદની સંભાવના છે. જોકે, આ સિસ્ટમ સીધી રીતે ગુજરાત પર અસર નહીં કરે.

બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી હલચલ મુંબઈ તરફ આગળ વધતાં ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ હવામાન પલટાના લીધે ગુજરાતમાં 20થી 23 તારીખ વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

Gujarat, Monsoon, Rain, ગુજરાત, ચોમાસું, બીબીસી ગુજરાતી, વરસાદ