અરબી સમુદ્રમાં બનશે સિસ્ટમ, શું ગુજરાતમાં ફરી ભારે વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં બનશે સિસ્ટમ, શું ગુજરાતમાં ફરી ભારે વરસાદ પડશે?
અરબી સમુદ્રમાં બનશે સિસ્ટમ, શું ગુજરાતમાં ફરી ભારે વરસાદ પડશે?
પ્રકાશિત

ભારતમાંથી ચોમાસાની વિધિવત વિદાય સાથે અરબી સમુદ્રમાં નવી હવામાન સિસ્ટમ આકાર લઈ રહી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બનવાની સંભાવના વિવિધ વેધર મૉડલ્સ દર્શાવી રહ્યાં છે.

જોકે આ સિસ્ટમ ભારતીય તટથી દૂર રહેવાની અને ઓમાન, યમન તથા સોમાલિયા તરફ આગળ વધવાની શક્યતા વધારે છે.

હવામાન વિભાગના મોડેલ્સ અનુસાર, ગુજરાતમાં ભારે કે અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 19-20 ઑક્ટોબરથી વાતાવરણ પલટાતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા, gujarat, બીબીસી ગુજરાતી, ચોમાસું, વરસાદ, arabian sea

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન