દિલ્હી: દિવસભર અનેક વિસ્તારોમાં પ્રદર્શનો થયાં, તસવીરોમાં જુઓ કે આજે શું-શું થયું?

આજે દિવસભર દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો શરૂ રહ્યાં હતાં. કૉક્રોચ જનતા પાર્ટીના ત્રણેય નેતાઓને સવારે જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આજે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

સારાંશ

  • દિલ્હીની એક મૅજિસ્ટ્રેટ કોર્ટે આજે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કર્યા. મુક્ત થયા પછી આશુતોષ રાંકાએ કહ્યું કે, કૉક્રોચ જનતા પાર્ટી રવિવારે બપોરે બે વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરશે.
  • ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન (આઈસા)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાએ રવિવારે પણ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
  • કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા અજિંક્ય શિંદેએ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને રવિવારે યોજાનારા પ્રદર્શન અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું, "જ્યાં સુધી જ્ઞાનેશકુમારનું રાજીનામું નહીં લઈએ, ત્યાં સુધી અમે ઘરે પાછા નહીં ફરીએ."
  • પ્રખ્યાત યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીને પોલીસે અટકાયતમાં લીધાના થોડા કલાકો બાદ મુક્ત કરી દીધા છે.
વીડિયો છોડો અને આગળ વધો
  • ગુરુદ્વારામાં લોકો
  • પ્રકાશ ન. શાહ
  • બીબીસી ગુજરાતી
  • દિલ્હીમાં આજે સવારથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને બીજેપીની પ્રતિક્રિયા આવી છે.
  • શનિવારે, પોલીસે ગુરુદ્વારા બંગલા સાહિબથી જંતર-મંતર સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી.
  • આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.
  • કૉક્રોચ જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે અટકાયતમાં લીધા છે.
  • કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસને પોલીસે દિલ્હી ઍરપૉર્ટ પર વિમાનમાં જ અટકાયતમાં લીધા.
  • મગફળી સહિતના પાકોની કાપણી કરી રહેલા ખેડૂતોને 20 તારીખ સુધીમાં કામ આટોપી લેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
  • બીબીસી ગુજરાતી
  • બીબીસી ગુજરાતી
  • બીબીસી ગુજરાતી
  • Nana Patekar, નાના પાટેકર, બીબીસી ગુજરાતી
  • સૌરવ દાસ, saurav das, બીબીસી ગુજરાતી

લાઇવ કવરેજ

  1. દિલ્હી: આજે દિવસભર અનેક વિસ્તારોમાં થયું વિરોધપ્રદર્શન, તસવીરોમાં જુઓ

    દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર
    ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર, જેમાં એક વ્યક્તિને અટકાયતમાં લેવાઈ રહી છે

    આજે પણ દિલ્હીના અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો શરૂ રહ્યાં હતાં. અનેક જગ્યાએ બૅરિકેડિંગ છતાં પ્રદર્શનકારીઓ દિલ્હીના જંતર-મંતર નજીક આવેલા કનોટ પ્લૅસ અને સંસદ માર્ગ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

    બપોરે બે વાગ્યે કૉક્રોચ જનતા પાર્ટીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને નરેન્દ્ર મોદી તથા સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.

    આઇસાનાં અધ્યક્ષ નેહા બોરાની આજે ફરી અટકાયત કરવામાં આવી હતી. અભિજિત દીપકે તેમનાં દાદીનાં અવસાનને કારણે મહારાષ્ટ્ર જવા રવાના થયા છે.

    સાંજ ઢળ્યા સુધીમાં પણ દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો શરૂ છે.

    વિપક્ષી દળોએ આવતીકાલે દેશના મુખ્ય ન્યાયાધીશને મળીને જ્ઞાનેશકુમાર અને ચૂંટણીપંચની કામગીરી અંગે વાત કરવાનું નક્કી કર્યું છે.

    દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર
    ઇમેજ કૅપ્શન, આજે દિલ્હીના કનોટ પ્લૅસ, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, સંસદ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો થયાં છે અને લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે
    પ્રદર્શનકારીઓની એક તસવીર
    ઇમેજ કૅપ્શન, આજે અલગ અલગ સમૂહોમાં દિલ્હીના અનેક વિસ્તારોમાં લોકો વિરોધ કરવા માટે નીકળ્યા હતા. બપોરે બે વાગ્યે કૉક્રોચ જનતા પાર્ટીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકોને અટકાયતમાં લેવાની, પોલીસ દ્વારા બળપ્રયોગની વાતની નિંદા કરી હતી.
    પ્રદર્શનકારીઓની એક તસવીર
    ઇમેજ કૅપ્શન, આ વિરોધપ્રદર્શનમાં કૉક્રોચ જનતા પાર્ટી સહિત અનેક લેફ્ટ સંગઠનો, સામાજિક સંગઠનો અને કાર્યકર્તાઓ તથા સામાન્ય લોકો સામેલ છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી રહ્યા છે.
  2. દિલ્હી: કનોટ પ્લૅસ પાસે આજે કેવો છે માહોલ, જુઓ લાઇવ

    બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા દિલ્હીના કનોટ પ્લૅસથી જણાવી રહ્યા છે આજનો માહોલ.

    દિલ્હીમાં આજે કનોટ પ્લૅસ નજીક ઘણાં પ્રદર્શનો થયાં છે અને અનેક લોકોની અટકાયત થઈ છે.

    આ વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  3. દિલ્હી: નિગમબોધ ઘાટ પર હોડીઓમાં બેસીને પ્રદર્શન, લોકોએ શું કહ્યું?

    હોડીઓમાં બેસીને યુવાનોનું પ્રદર્શન
    ઇમેજ કૅપ્શન, હોડીઓમાં બેસીને યુવાનોનું પ્રદર્શન

    દિલ્હીમાં યમુના નદીમાં નિગમબોધ ઘાટ પર આજે જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે અનોખું વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    કાશ્મીરી ગેટ પાસે યમુના નદીમાં હોડીઓમાં સવાર થઈને ક્રાંતિકારી યુવા સંગઠનના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી હતી.

    એક પ્રદર્શનકારી મુદિતાએ બીબીસીના સંવાદદાતા વિષ્ણુકાંત તિવારી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આજે અમે અહીં નદીમાં 'જ્ઞાનેશવિસર્જન' કરવા આવ્યા છીએ. આજે આખી દિલ્હીને બંધ કરી દેવામાં આવી છે. અમે એ સંદેશ આપવા માગીએ છીએ કે તમે અમને ત્યાં રોકશો તો અમે નદીમાં વિરોધ કરીશું."

    અન્ય એક પ્રદર્શનકારી જ્યોતિએ કહ્યું હતું કે, "સરકારે જંતર-મંતરની ભયંકર ઘેરાબંદી કરી છે. સરકાર ડરેલી છે. આ સરકાર જ્ઞાનેશકુમારની વોટચોરીથી સત્તામાં બેઠી છે. ગઈકાલે પણ અમે લાલ કિલ્લા પાસે ગયા હતા. આજે અમે અલગ જગ્યા પસંદ કરી છે. અમે રોકાઈશું નહીં અને જ્ઞાનેશકુમારે રાજીનામું આપવું પડશે."

    હોડીઓમાં બેસીને યુવાનોનું પ્રદર્શન
  4. દિલ્હી: નેહા બોરા ફરી માર્ચ કાઢી દિલ્હીના કનોટ પ્લૅસ પહોંચ્યાં, ફરી થઈ અટકાયત

    નેહા બોરા અને પ્રદર્શનકારીઓ
    ઇમેજ કૅપ્શન, નેહા બોરા અને પ્રદર્શનકારીઓ

    આઇસાનાં અધ્યક્ષ નેહા બોરાએ આજે ફરી દિલ્હીના જંતર-મંતર તરફ માર્ચ કાઢી હતી.

    તેમણે આજે બપોરે અઢી વાગ્યે અચાનક દિલ્હીના રામકૃષ્ણ આશ્રમ માર્ગથી રેલી કાઢી હતી અને કનોટ પ્લૅસ તરફ પ્રદર્શનકર્તાઓ સાથે ગયાં હતાં.

    દિલ્હીના રામકૃષ્ણ આશ્રમથી કનોટ પ્લૅસનું અંતર અંદાજે દોઢ કિલોમીટર જેટલું છે.

    ગઈકાલે પણ નેહા બોરા, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ સહિતના લોકોએ 'દિલ્હી હાટ' નજીકથી રેલી કાઢી હતી અને તેમની અટકાયત કરવામાં આવી હતી.

    વીડિયો કૅપ્શન, નેહા બોરાની પાછળ જ્યારે પોલીસ દોડી, જુઓ વીડિયો
  5. કૉક્રોચ જનતા પાર્ટીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “ઇમર્જન્સીને પણ મોદીએ વટાવી દીધી, આ લડાઈ હજુ તો શરૂ થઈ છે”

    કૉક્રોચ જનતા પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સ

    કૉક્રોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં ગઈકાલે થયેલાં વિરોધપ્રદર્શન અને અટકાયતો અંગે આજે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

    પક્ષના સહ-સંયોજક આશુતોષ રાંકા અને પ્રવક્તા સૌરવ દાસે આ પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

    આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, “જે ઇમર્જન્સી વિશે આપણે માત્ર સાંભળતા હતા, કહાણીઓ આપણાં માબાપ આપણને કહેતાં હતાં, એ ઇમર્જન્સીને પણ નરેન્દ્ર મોદીએ વટાવી દીધી છે. એ ઇમર્જન્સીમાં પણ ટ્રેન રદ કરવામાં નહોતી આવી.”

    તેમણે કહ્યું હતું કે “એક વાત સ્પષ્ટ છે કે જે લડાઈ ચૂંટણીપંચની સામે હતી, એ લડાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પોતાની સામે ખેંચી લીધી છે. તેમણે સાબિત કર્યું છે કે, તેઓ ચૂંટણીપંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમારને બચાવવા બધું કરશે.”

    આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, અમે એ સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ આ લડાઈ હજુ શરૂ થઈ છે.

    સૌરવ દાસે કહ્યું હતું કે, "આજે દેશમાં અઘોષિત ઇમર્જન્સી છે. આજે તાનાશાહી સરકાર ફરી દેશને આવી સ્થિતિમાં ધકેલી રહી છે. સરકારે અમારી સાથે વાત કરવી જોઈતી હતી. એવું લાગે છે કે સરકાર તેના જ નાગરિકો સામે જંગ લડી રહી છે."

    તેમણે કહ્યું હતું કે, "57 મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવાં, માર્કેટ બંધ કરી દેવવું, ટ્રેનો રોકી દેવી- એ બધું કરીને તેઓ સામાન્ય નાગરિકોમાં નકારાત્મક છબી ઊભી કરી રહ્યા છે. આ લોકોએ વિજય માલ્યાને ફ્લાઇટમાં બેસીને ભગાવી દીધા અને અમને ફ્લાઇટમાંથી ઉઠાવી લીધા. માફિયા ડૉનની જેમ પોલીસ આવીને અમને ઊઠાવી ગઈ."

    સૌરવ દાસે ભાજપ પર હિન્દુત્વવાદી જૂથોને પ્રદર્શનમાં બોલાવીને મારામારી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે પત્રકારો સાથે થયેલી ગેરવર્તણૂંકની પણ વાત કરી હતી.

    તેમણે કહ્યું હતું કે, "સ્વતંત્ર પત્રકારોએ યુવાનોનાં આંદોલનને કવરેજ આપ્યું આથી તેમની સામે પણ સરકાર જંગે ચઢી છે. આ પત્રકારત્વ માટે પણ ઇમર્જન્સીનો સમય છે."

  6. “ઇન્ટરનેટ બંધ ન કરવામાં આવે…”- સુપ્રીમ કોર્ટે આજે કરેલી વિશેષ સુનાવણીમાં શું આદેશો આપ્યા?

    સુપ્રીમ કોર્ટ

    રવિવારેકરેલી એક ખાસ સુનાવણીમાંસુપ્રીમકોર્ટેકહ્યું છેકે,લોકોનેકાયદાઅનુસારશહેરમાંમુક્તપણેફરવાનીછૂટમળે. કાયદાદ્વારાનિર્ધારિતપ્રક્રિયાસિવાયકોઈનીપણઅટકાયતકરવામાંઆવશેનહીં.

    કોર્ટે જણાવ્યું હતું કે, લોકોને બીએનએસની કલમ 163 લાગુ પડે તે વિસ્તારની બહાર ભેગા થવાનો અધિકાર રહેશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈને પણ ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટ અથવા અન્ય કોઈ કોર્ટમાં વ્યક્તિગત રીતે જવાથી અટકાવવામાં આવશે નહીં.

    સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આ મહત્ત્વની વાતો કહી:

    • કાયદા હેઠળ બંધ કરવાની જરૂર ન પડે ત્યાં સુધી મેટ્રો અને રેલ સેવાઓ સામાન્ય રીતે ચાલવી જોઈએ.
    • કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક અને કલમ 19(2) ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને બૅરિકેડ લગાવાયા છે તેની સમીક્ષા કરવી જોઈએ.
    • કાયદા હેઠળ ઇન્ટરનેટ સેવા બંધ નહીં કરવામાં આવે.
    • કાયદા હેઠળ નિર્ધારિત પ્રક્રિયા સિવાય કોઈની પણ અટકાયત કરવામાં આવશે નહીં.
    • બીએનએસની કલમ 163 લાગુ પડે તે વિસ્તારની બહાર લોકોને ભેગા થવાનો અધિકાર રહેશે.
    • ન્યાય મેળવવા માટે કોઈને પણ સુપ્રીમ કોર્ટ કે અન્ય કોઈ કોર્ટમાં વ્યક્તિગત રીતે જવાથી અટકાવવામાં આવશે નહીં.
  7. દિલ્હી : જંતર-મંતર નજીકના વિસ્તારોમાં ફરી વિરોધપ્રદર્શન, પ્રદર્શનકારીઓ અટકાયતમાં લેવાયા

    ડિટેઇન કરેલી બસમાં પ્રદર્શનકારી

    ગઈકાલે શનિવારે દિલ્હીમાં થયેલાં વિરોધપ્રદર્શનો પછી આજે ફરી અમુક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો થયાં છે.

    સેન્ટ્રલ દિલ્હીના કનૉટ પ્લેસ, સંસદ માર્ગ પાસેથી ઘણા પ્રદર્શનકારીઓને પોલીસે અટકાયતમાં પણ લીધા છે.

    રવિવારે કનૉટ પ્લેસથી અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા, ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન અને ઑલ ઈન્ડિયા યુથ ફેડરેશન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

    કેટલીક તસવીરો પણ સામે આવી છે.

    એક પ્રદર્શનકારીને લઈ જતી પોલીસ
    દિલ્હીના સંસદ માર્ગ પાસે એક પ્રદર્શનકારી
    ઇમેજ કૅપ્શન, દિલ્હીના સંસદ માર્ગ પાસે એક પ્રદર્શનકારી
    કનોટ પ્લેસ પાસે જ્યારે એક પ્રદર્શનકારીને પોલીસે અટકાયતમાં લીધા
    ઇમેજ કૅપ્શન, કનોટ પ્લેસ પાસે જ્યારે એક પ્રદર્શનકારીને પોલીસે અટકાયતમાં લીધા
    કનોટ પ્લેસ નજીક એક પ્રદર્શનકારી
  8. અભિજિત દીપકેએ મુક્ત થઈને ફરી સાધ્યું પીએમ મોદી પર નિશાન, શું કહ્યું?

    અભિજિત દીપકે
    ઇમેજ કૅપ્શન, અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પીએમ મોદીને ‘ડરપોક’ ગણાવ્યા હતા.

    કૉક્રોચજનતાપાર્ટી (CJP) નાસ્થાપકઅભિજિતદીપકેએઅટકાયતમાંથી મુક્તથયાબાદપોતાનીપહેલીપ્રતિક્રિયાઆપીછે.

    આજે અભિજિત દીપકેએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમને ‘ડરપોક’ ગણાવ્યા હતા.

    અભિજિતે લખ્યું હતું કે, "વડા પ્રધાન તરીકે મોદી ભારત માટે શરમજનક છે. આ દેશે તેમના કરતાં વધુ ડરપોક અને બીજાને ડરાવનારી વ્યક્તિ ક્યારેય જોઈ નથી."

    આશુતોષ રાંકાએ ઍક્સ પર લખ્યું હતું કે "જ્ઞાનેશકુમાર એક ગદ્દાર છે. તેમણે રાજીનામું તો આપવું જ પડશે. આવા દેશદ્રોહીઓને હઠાવવા માટે હું મારું આખું જીવન જેલમાં વિતાવવા પણ તૈયાર છું."

    તેમણે લખ્યું હતું કે "એ નરેન્દ્ર મોદી જ છે જેમણે આપણા દેશ ભારતની શાંતિને ભંગ કરી છે."

    અહીં ઉલ્લેખનીય છે કે અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 23 કલાક અટકાયતમાં રાખ્યા બાદ રવિવારે સવારે લગભગ 10 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા હતા.

    ત્રણેયને દિલ્હી કૅન્ટની ઍક્ઝિક્યુટિવ મમૅજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

    અહીં ઉલ્લેખનીય છે કે સીજેપીનાં લીગલ હેડ રત્નાસિંહે એવો પણ દાવો કર્યો હતો કે, તેમની સામે એ શરત મૂકવામાં આવી છે કે તેઓ એક વર્ષ સુધી કોઈ શાંતિભંગ નહીં કરે.

    અભિજિત દીપકેની આ પોસ્ટ તેમને મુક્ત કર્યા પછી આવી છે.

  9. વિપક્ષો આવતીકાલે મુખ્ય ન્યાયાધીશને મળવા જશે, ખડગેએ કહ્યું, “અમે તેમને હાથ જોડીને વિનંતી કરીશું”

    કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓ
    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓ

    કૉંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ આવતીકાલે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મળવા જવાના છે.

    કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે આવતીકાલે મળવા જવાના છીએ. મેં અને રાહુલજી બંનેએ તેમને પત્ર લખ્યો છે. અમે તેમને પણ આ બધી જાણ કરીશું. અમે તેમની પાસેથી કંઈ માગી શકીએ નહીં, અમે માત્ર હાથ જોડીને તેમને વિનંતી કરીશું.”

    તેમણે કહ્યું હતું કે, “અમે મુખ્ય ન્યાયાધીશને કહીશું કે, જુઓ આવું થઈ રહ્યું છે. દેશમાં વડા પ્રધાન અને ગૃહમંત્રીએ આવો માહોલ ઊભો કરી રહ્યા છે અને અઘોષિત ઇમર્જન્સી જેવી સ્થિતિ ઊભી કરી છે. ગઈકાલે 32 હજાર પોલીસકર્મીઓ હતા, એ દર્શાવે છે કે તેમને કેટલો ડર છે.”

    ખડગેએ કહ્યું હતું કે, ગઈકાલે દિલ્હીમાં મેટ્રો, ઇન્ટરનેટ બધું બંધ કરી દેવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે, તેમને લોકશાહીમાં કોઈ રસ નથી.

  10. “મારી અટકાયત નહોતી થઈ, મને કિડનેપ કરાયો હતો” – ધ્રુવ રાઠીએ હવે શું કહ્યું?

    ધ્રુવ રાઠી
    ઇમેજ કૅપ્શન, ધ્રુવ રાઠીએ પાસપૉર્ટ બતાવીને કહ્યું હતું કે, મારી પાસે ભારતનો પાસપૉર્ટ છે અને હું ભારતનો નાગરિક છું.

    મશહૂર યુટ્યુબર ધ્રુવ રાઠીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેમનું અપહરણ કર્યું હતું અને તેને ઈજા પણ થઈ છે.

    તેમણે પાસપૉર્ટ બતાવીને કહ્યું હતું કે મારી પાસે ભારતનો પાસપૉર્ટ છે અને હું ભારતનો નાગરિક છું.

    તેમણે ગઈકાલે કહ્યું હતું કે “ગઈકાલે સવારે સાત વાગ્યે હું મારા બેડરૂમમાં ઊંઘી રહ્યો હતો. મારી મમ્મીએ જ્યારે સવારે ઊઠીને દરવાજો ખોલ્યો ત્યારે વીસેક લોકો ધક્કો મારીને અમારા ઘરમાં ઘૂસી ગયા હતા. આ લોકો સીધા મારા બેડરૂમમાં આવી ગયા.”

    “હું કંઈ સમજું એ પહેલાં જ આ લોકો મને કિડનેપ કરી જાય છે. તેમણે મારી કોઈ અટકાયત નથી કરી. તેમણે સાદા ડ્રેસમાં ગુંડાઓ મોકલીને મને કિડનેપ કર્યો હતો. બહાર પણ 50થી વધુ ગુંડાઓ હતા. એમણે મને કોઈ બોલવાનો મોકો આપ્યો. મને ઢસડીને તેઓ લઈ ગયા અને જીપમાં બંધ કરીને લઈ ગયા.”

    ધ્રુવ રાઠીએ કહ્યું હતું કે મારો, મારાં માતાપિતાનો ફોન પણ છીનવી લીધો હતો અને વકીલને પણ મળવાની ના પાડી.

    તેમણે આરોપ લગાવ્યો હતો કે, 22-23 કલાક સુધી તેમને કારણ વગર એક જગ્યાએ બેસાડી રાખવામાં આવ્યા હતા અને માતાપિતા સાથે હાથાપાઈ કરવામાં આવી હતી.

    ધ્રુવ રાઠીએ કહ્યું હતું કે, “આ એક અઘોષિત ઇમર્જન્સી છે. આ બધું ઇમર્જન્સીમાં થાય છે. ઉત્તર કોરિયામાં આવું થાય છે. તાનાશાહી આવે ત્યારે આવું થાય છે. મારા માટે ખરાબ વિચારનારા લોકોને પણ હું કહેવા માગું છું કે જ્યારે તાનાશાહી આવે છે ત્યારે બધા સાથે આવું જ થાય છે.”

  11. કૉક્રોચ જનતા પાર્ટી આજે બપોરે બે વાગ્યે કરશે પ્રેસ કૉન્ફરન્સ

    કૉક્રોચ જનતા પાર્ટીનું વિરોધપ્રદર્શન

    મૅજિસ્ટ્રેટ કોર્ટે આજે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કર્યા.

    આ પછી, કૉક્રોચ જનતા પાર્ટીના અધિકૃત ફેસબુક એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “કૉક્રોચ ક્યારેય મરતા નથી.”

    મુક્ત થયા પછી આશુતોષ રાંકાએ કહ્યું કે, કૉક્રોચ જનતા પાર્ટી રવિવારે બપોરે બે વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરશે.

    સીજેપીનાં લીગલ હેડ રત્નાસિંહના જણાવ્યા અનુસાર, ત્રણેય નેતાઓને એ શરતે મુક્ત કરવામાં આવ્યા છે કે તેઓ એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરે.

    10 ઑક્ટોબરના રોજ દિલ્હી ઍરપૉર્ટ પર જ દીપકે,રાંકા અને દાસની વિમાનમાંથી જ અટકાયત કરવામાં આવી હતી.

    વળી, તેમના પક્ષ સાથે સંકળાયેલા અજિંક્ય શિંદેએ કહ્યું છે કે તેમનો પક્ષ આજે રવિવારે પણ વિરોધપ્રદર્શન કરશે.

  12. “સુપ્રીમ કોર્ટ જવાથી થાકી ગયો છું, હવે ભરોસો નથી રહ્યો” – વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબ્બલે આવું કેમ કહ્યું?

    કપિલ સિબ્બલ
    ઇમેજ કૅપ્શન, કપિલ સિબ્બલનો ફાઇલ ફોટો

    રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબ્બલે કહ્યું છે કે, હવે તેમને સુપ્રીમ કોર્ટમાં ભરોસો રહ્યો નથી અને લોકોના અધિકારો માટે વારંવાર સુપ્રીમ કોર્ટમાં જઈ જઈને થાકી ગયા છે.

    તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને એસઆઈઆરના વિરોધમાં ગઈકાલે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

    કપિલ સિબ્બલે કહ્યું હતું કે “હું સુપ્રીમ કોર્ટમાં વારંવાર જઈને થાકી ગયો છું. હું મારી વાત કરી રહ્યો છું. મને લાગે છે કે હવે ત્યાં જવું એ કોઈ કામનું નથી. મને ભારતની સુપ્રીમ કોર્ટ પાસેથી હવે વધુ આશા નથી.”

    તેમણે મતદારયાદી સુધારણા અને એસઆઈઆર વિશે વાત કરીને કહ્યું હતું કે, કોર્ટને ખોટી રીતે મતદારોનાં નામ કાઢી નંખાયાં એ અંગે વારંવાર જાણ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં તો ટ્રિબ્યૂનલે અત્યાર સુધીની અપીલોમાં 93 ટકા મતદારોનાં નામ પુન:સ્થાપિત કર્યાં છે. આથી એ સ્પષ્ટ છે કે, આ મતદારોનાં નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યાં હતાં. કપિલ સિબ્બલનું કહેવું છે કે તેમ છતાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ નહોતો કર્યો.

  13. અમદાવાદમાં ગઈકાલે સાંજે થયું વિરોધપ્રદર્શન, જુઓ શું-શું થયું?

    વીડિયો કૅપ્શન, સમગ્ર વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો

    અમદાવાદમાં ગઈકાલે એમ.જે.લાઇબ્રેરી, આશ્રમ રોડ ખાતે વિરોધપ્રદર્શન થયું હતું. અહીં પણ વારાફરતી ઘણા પ્રદર્શનકારીઓ આવ્યા હતા અને પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા.

    પ્રદર્શનકારીઓએ પીએમ મોદી અને CEC જ્ઞાનેશકુમાર વિરુદ્ધ નારેબાજી કરી હતી અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી હતી.

    સ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ અલગ-અલગ જૂથમાં આવ્યા હતા જેથી કરીને પોલીસને સૌને અટકાયતમાં લેતા વાર લાગી હતી અને પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું.

    અમદાવાદમાં વિરોધપ્રદર્શનની એક તસવીર
    અમદાવાદમાં થયેલા વિરોધપ્રદર્શનની એક તસવીર
    અમદાવાદમાં વિરોધપ્રદર્શનની એક તસવીર
    વીડિયો કૅપ્શન, અમદાવાદઃ જ્યારે 86 વર્ષના ગુજરાતી લેખક પ્રકાશ ન. શાહની અટકાયત થઈ
  14. કૉક્રોચ જનતા પાર્ટીનો દાવો – અભિજિત દીપકે, આશુતોષ અને સૌરવને છોડી દેવાયા

    અભિજિત દીપકે,રાંકા અને સૌરવ દાસ

    ગઈકાલે અટકાયતમાં લેવાયેલા કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

    કૉક્રોચ જનતા પાર્ટીનાં લીગલ હેડ રત્નાસિંહે આ માહિતી આપી છે.

    તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે. મૅજિસ્ટ્રેટ કોર્ટે ત્રણેયને મુક્ત કરી દીધા છે.

    ગઈકાલે સીજેપીના આ ત્રણેય નેતાઓની દિલ્હી આવ્યા એ સમયે વિમાનમાંથી જ અટકાયત કરી લેવાઈ હતી.

    આ ત્રણેય નેતાઓએ જંતર-મંતર પર વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

  15. ધ્રુવ રાઠીને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા

    યુટ્યુબર ધ્રુવ રાઠીને ગુરુગ્રામના સેક્ટર-56 વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા
    ઇમેજ કૅપ્શન, યુટ્યુબર ધ્રુવ રાઠીને ગુરુગ્રામના સેક્ટર-56 વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા

    પ્રખ્યાતયુટ્યુબરઅનેસોશિયલમીડિયાઇન્ફ્લુએન્સરધ્રુવરાઠીનેપોલીસેઅટકાયતમાંલીધાનાથોડાકલાકોબાદમુક્તકરીદીધાછે.

    ગુરુગ્રામ પોલીસના પ્રવક્તાએ બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાને આ બાબતની પુષ્ટિ કરી છે.

    વાસ્તવમાં, ધ્રુવ રાઠીને 10 ઑક્ટોબર, 2026ની સવારે ગુરુગ્રામના સેક્ટર-56 સ્થિત કેન્દ્રીય વિહાર વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

    આ કાર્યવાહી દિલ્હીના જંતર-મંતર ખાતે ‘કૉક્રોચ જનતા પાર્ટી’ (સીજેપી) દ્વારા યોજાનારા પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

  16. જંતર-મંતર આસપાસ આજે કેવી છે પરિસ્થિતિ, તસવીરોમાં જુઓ

    જંતર-મંતર

    આજે રવિવારે પણ દિલ્હીમાં જંતર-મંતરની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    શનિવારે પોલીસે ટોચના કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ સહિત અનેક વિરોધીઓની અટકાયત કરી હતી.

    જોકે, કૉક્રોચ જનતા પાર્ટી સાથે સંકળાયેલા અજિંક્ય શિંદેએ કહ્યું છે કે તેઓ આજે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે જંતર-મંતર પર ફરી વિરોધપ્રદર્શન કરશે.

    ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (AISA)નાં રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાએ રવિવારે પણ વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું છે.

    જોકે, નેહા બોરાએ રવિવારે પ્રદર્શન ક્યાં થશે તે જણાવ્યું ન હતું.

    જંતર-મંતર
  17. સીજેપીનું વિરોધપ્રદર્શન : અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને આજે ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે

    મુંબઈથી દિલ્હી આવેલા સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે શનિવારે વિમાનમાંથી જ અટકાયતમાં લીધા હતા (ફાઇલ ફોટો)
    ઇમેજ કૅપ્શન, મુંબઈથી દિલ્હી આવેલા સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે શનિવારે વિમાનમાંથી જ અટકાયતમાં લીધા હતા (ફાઇલ ફોટો)

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દાવો કર્યો છે કે અટકાયતમાં લેવામાં આવેલા તેના નેતાઓને રવિવારે સવારે 9 વાગ્યે દિલ્હી કૅન્ટ પોલીસ સ્ટેશનમાં ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

    શનિવારે સવારે મુંબઈથી દિલ્હી આવેલા સીજેપીના સ્થાપક અભિજીત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે વિમાનમાંથી જ અટકાયતમાં લીધા હતા.

    સીજેપીનાં લીગલ હેડ રત્નાસિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "અભિજિત, આશુતોષ અને સૌરવને આજે સવારે 9 વાગ્યે દિલ્હી કૅન્ટ પોલીસ સ્ટેશનમાં ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે."

    તેમણે જણાવ્યું, "દિલ્હી પોલીસના એક અધિકારીએ આજે સવારે મને આ અંગે માહિતી આપી હતી. સીજેપીનાં લીગલ હેડ તરીકે, હું અમારી તરફથી હાજર રહેતા અન્ય વકીલો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર રહીશ."

    મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ ત્રણેયની અટકાયતનો મુદ્દો ઉઠાવીને સરકાર પર નિશાન સાધ્યું હતું.

    તેમણે શનિવારે ઍક્સ પર લખ્યું, "મોદી-શાહ એટલા ડરી ગયા છે કે આજે તેઓ બાળકોનું અપહરણ કરી રહ્યા છે. તમારે તેનાં પરિણામો ભોગવવા પડશે."

  18. અભિજિત દીપકેએ સીજેપી આંદોલનનું નેતૃત્વ જેમને સોંપ્યું છે, તે અજિંક્ય શિંદે કોણ છે?

    અટકાયતમાં લેવાયા બાદ સીજેપીએ આંદોલનની આગેવાનીની જવાબદારી અજિંક્ય શિંદેને સોંપી છે
    ઇમેજ કૅપ્શન, અટકાયતમાં લેવાયા બાદ સીજેપીએ આંદોલનની આગેવાનીની જવાબદારી અજિંક્ય શિંદેને સોંપી છે

    ભારતીય ચૂંટણી પંચમાં કથિત ગેરરીતિઓ, મતદાર યાદીમાં પારદર્શિતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દિલ્હીમાં આંદોલનનું ઍલાન કર્યું હતું. પરંતુ તે પહેલાં જ સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને વિમાનમાં જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

    પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ અભિજિત દીપકેએ એક વીડિયો જાહેર કર્યો. તેમાં તેમણે પોતાની ગેરહાજરીમાં સીજેપી આંદોલનની કમાન અજિંક્ય શિંદેને સોંપવાની જાહેરાત કરી.

    અભિજીત દીપકેએ વીડિયોમાં લોકોને અપીલ કરતાં કહ્યું, “જો તમે આ વીડિયો જોઈ રહ્યા છો, તો સમજી જજો કે મને (અભિજિત દીપકે), આશુતોષ રાંકા અને સૌરવ દાસને પકડી લેવામાં આવ્યા છે. અમારા પછી આ આંદોલનનું નેતૃત્વ અજિંક્ય શિંદે સંભાળશે. તેથી બધા લોકો અજિંક્ય શિંદેને ફૉલો કરો. અમારી ગેરહાજરીમાં તેઓ સીજેપીના આંદોલનને આગળ વધારશે.”

    સીજેપીએ એક પ્રેસ નોટ જાહેર કરીને આ ઘટનાક્રમોની માહિતી આપી.

    આંદોલનનું નેતૃત્વ સંભાળ્યા બાદ અજિંક્ય શિંદેએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કડક પ્રતિબંધો લગાવ્યા છે.

    તેમણે કહ્યું કે સરકાર આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. શિંદેના જણાવ્યા મુજબ, આ સરકારના ગભરાટનો સંકેત છે.

    તેમણે કહ્યું, “ડર અને આંદોલનને દબાવવાના પ્રયત્નોથી એક વાત સ્પષ્ટ થાય છે કે, અમે અડધી લડાઈ જીતી ચૂક્યા છીએ. દેશભરના નાગરિકો એકજૂટ થઈને આગળ આવી રહ્યા છે. તેનાથી સત્તાધારીઓને મોટો ઝટકો લાગ્યો છે.”

    તેમણે દરેક નાગરિકને જંતર-મંતર તરફ કૂચ કરવાની અપીલ પણ કરી.

    તેમણે આગળ કહ્યું, “રસ્તામાં ક્યાંય પણ બૅરિકેડ લગાવીને અથવા પોલીસ તમને રોકે, તો અટકશો નહીં. જ્યાં રોકવામાં આવો, ત્યાં જ આંદોલન શરૂ કરી દો. લોકશાહીના રક્ષણ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ માટે દેશવ્યાપી આંદોલન ચાલુ રહેશે.”

    અજિંક્ય શિંદે કોણ છે?

    અજિંક્ય શિંદે મૂળ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉજની ગામના રહેવાસી છે. તેઓ કમ્પ્યુટર એન્જિનિયર છે.

    તેમણે રાયગઢ જિલ્લાના લોનેરે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટી (ડીબીએટીયુ)માંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી છે.

    અજિંક્ય શિંદે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે.

    શરૂઆતમાં તેમણે પુણેમાં આઈટી ક્ષેત્રમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટી (આપ) સાથે જોડાયા હતા.

    હાલમાં અજિંક્ય શિંદે સીજેપીમાં સક્રિય છે. તેઓ પાર્ટીની કોર ટીમના મહત્ત્વપૂર્ણ સભ્ય છે.

    ઑગસ્ટમાં તેમને સીજેપીના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે પાર્ટીની શાળાઓ સાથે જોડાયેલા અભિયાનનું નેતૃત્વ પણ કર્યું હતું.

    ગત સપ્તાહે મુંબઈના શિવાજી પાર્કમાં ચૂંટણી પંચ વિરુદ્ધ યોજાયેલા પ્રદર્શનના આયોજનમાં પણ તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.

    અજિંક્ય શિંદેએ લાતુર જિલ્લાના ઉજની ગામમાં દૂધ ઉત્પાદક ખેડૂતો માટે કામ કર્યું છે. કોવિડ પછી તેઓ પોતાના ગામે પરત ફર્યા હતા.

    ત્યારબાદ તેમણે ગામના નાના દૂધ ઉત્પાદકોને એકત્રિત કર્યા અને દૂધ સંગ્રહ કેન્દ્ર શરૂ કર્યું. આમાંથી તેમણે બાસુંદીની સ્થાનિક બ્રાન્ડ પણ તૈયાર કરી.

    તેમનું આ ઉત્પાદન લાતુર ઉપરાંત સોલાપુર, ધારાશિવ અને આસપાસના જિલ્લાઓમાં પણ વેચાતું હતું. તેનાથી ખેડૂતોને તેમના દૂધના વધુ સારા ભાવ મળ્યા અને ગામના યુવાનોને રોજગાર પણ મળ્યો.

    'સ્કૂલ ઠીક કરો' અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

    દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે સીજેપીએ 'સ્કૂલ ઠીક કરો' અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનું નેતૃત્વ કરનારા પાર્ટીના મુખ્ય નેતાઓમાં અજિંક્ય શિંદેનો પણ સમાવેશ થતો હતો.

    અજિંક્ય શિંદે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને સીજેપીના આંદોલન વિશે સતત પોસ્ટ કરતા રહે છે. તેઓ શરૂઆતથી જ સીજેપી સાથે જોડાયેલા છે.

    સીજેપીના મુખ્ય ચહેરાઓ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની ગેરહાજરીમાં હવે તેઓ સીજેપીના પ્રદર્શન અને આંદોલનનું નેતૃત્વ કરશે

  19. દિલ્હીમાં થયેલા પ્રદર્શન અંગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતા પર ભારતે શું જવાબ આપ્યો?

    જિનેવામાં સ્થિત ભારતીય મિશને યુએન માનવાધિકાર આયોગના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે આ ચિંતાઓ નિરાધાર છે. (દિલ્હીમાં પ્રદર્શનની તસવીર)
    ઇમેજ કૅપ્શન, જિનેવામાં સ્થિત ભારતીય મિશને યુએન માનવાધિકાર આયોગના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે આ ચિંતાઓ નિરાધાર છે. (દિલ્હીમાં પ્રદર્શનની તસવીર)

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા મોટા પાયે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ ભારત તરફથી જવાબ આપવામાં આવ્યો છે.

    જિનેવામાં સ્થિત ભારતીય મિશને યુએન માનવાધિકાર આયોગ દ્વારા જાહેર કરાયેલા નિવેદનના જવાબમાં જણાવ્યું કે, આ ચિંતાઓ નિરાધાર છે.

    જિનેવામાં ભારતીય મિશને સત્તાવાર નિવેદનમાં કહ્યું, “ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, જ્યાં શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અધિકાર આપણા બંધારણ દ્વારા પ્રાપ્ત થાય છે અને મજબૂત સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયતંત્ર તથા સ્વતંત્ર મીડિયા દ્વારા સુરક્ષિત છે.”

    “દરેક લોકતંત્રની જેમ, ભારતીય નાગરિકો જાહેર વ્યવસ્થાના હિતમાં લાગુ કરવામાં આવેલા વાજબી પ્રતિબંધો હેઠળ આ અધિકારનો ઉપયોગ કરે છે. સત્તાવાળાઓ કાયદા અનુસાર કાર્ય કરે છે અને અમારી અદાલતો કોઈપણ ફરિયાદના નિરાકરણ માટે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.”

    નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું, “તેથી માનવાધિકાર આયોગની ચિંતાઓ ખોટી છે અને ભારતના આંતરિક મામલાઓમાં બિનજરૂરી દખલ કરે છે. આ સંદર્ભમાં, માનવાધિકાર આયોગે નિષ્પક્ષતા અને ભેદભાવ વિના કાર્ય કરવાની પોતાની જવાબદારી મુજબ અન્ય સ્થળોએ થઈ રહેલાં મોટા પાયાનાં વિરોધપ્રદર્શનો પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ.”

    આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રદર્શનકારીઓ, પ્રદર્શનના નેતાઓ, નાગરિક સમાજ સંગઠનોના સભ્યો, વકીલો અને પત્રકારોને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલોને લઈને તેઓ ચિંતિત છે.

    તેમણે સત્તાવાળાઓને મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવેલા તમામ લોકોને તાત્કાલિક અને કોઈપણ શરત વિના મુક્ત કરવાની માંગ પણ કરી હતી.

  20. દિલ્હીમાં આજે પણ વિરોધપ્રદર્શનનું આહ્લાન, પ્રદર્શનકારીઓનું જંતર-મંતર માર્ચનું ઍલાન

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને દિલ્હીમાં ચાલી રહેલાં પ્રદર્શનો રવિવારે પણ ચાલુ રહેવાની શક્યતા છે.
    ઇમેજ કૅપ્શન, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને દિલ્હીમાં ચાલી રહેલાં પ્રદર્શનો રવિવારે પણ ચાલુ રહેવાની શક્યતા છે.

    ઑલઇન્ડિયાસ્ટુડન્ટ્સઍસોસિએશન (આઈસા)નાંરાષ્ટ્રીયઅધ્યક્ષનેહાબોરાએરવિવારેપણપ્રદર્શનનુંઆહ્વાનકર્યુંછે.

    નેહા બોરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, શનિવારે દિલ્હી હાટ ‘જંતર-મંતર’ બની ગયું હતું અને રવિવારે તેઓ અન્ય કોઈ સ્થળે પ્રદર્શન કરશે.

    તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું, "તમે નક્કી કરો કે સામાન્ય લોકોને જેલમાં મોકલશો કે જ્ઞાનેશકુમારને. અમે રવિવારે પણ બહાર નીકળીશું અને જ્ઞાનેશકુમારના રાજીનામા તથા એસઆઈઆરને રદ કરવાની માંગ સાથે પ્રદર્શન કરીશું."

    બીજી તરફ, કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા અજિંક્ય શિંદેએ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને રવિવારે યોજાનારા પ્રદર્શન અંગે માહિતી આપી છે.

    તેમણે કહ્યું, "જ્યાં સુધી જ્ઞાનેશકુમારનું રાજીનામું નહીં લઈએ, ત્યાં સુધી અમે ઘરે પાછા નહીં ફરીએ."

    અજિંક્યએ કહ્યું કે, તેઓ રવિવારે ફરી સવારે 10 વાગ્યે જંતર-મંતર કૂચ કરશે. સાથે જ તેમણે લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચવાની અપીલ કરી.

    (બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)