જૂનાગઢ : 'એક વીઘાએ 35 મણ ઊતરે, દવાનો ખર્ચ પણ ઓછો આવે', મગફળીની બે નવી જાતને જાણો
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં મગફળીનું વાવેતર થાય છે અને ઉત્પાદન પણ નોંધપાત્ર પ્રમાણ થતું હોય છે.
ભારતમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવાં રાજ્યોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે અને દેશમાં રવી અને ઉનાળુ સિઝનના વાવેતર સહિત મગફળીનો વાવેતર વિસ્તાર છેલ્લાં પાંચ વર્ષમાં પચાસ લાખ હેક્ટરથી સાઠ લાખ હેક્ટરની આજુબાજુ રહ્યો છે.
જૂનાગઢના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્રાઉન્ડનટ રિસર્ચ દ્વારા મગફળીની બે નવી જાત વિકસાવી છે, ગિરનાર-4 અને ગિરનાર-5.
મગફળીની વિકસાવેલી નવી બે પ્રજાતિનું મહત્ત્વ શું છે અને તે કેવી રીતે જળવાયુ પરિવર્તન સામે પણ ખેડૂતોને સારી ઊપજ આપી શકે છે?
આ તમામ બાબતોને જાણવા માટે બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ જૂનાગઢના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્રાઉન્ડનટ રિસર્ચના ડાયરેકટર ડૉ. સંદીપકુમાર બેરા સાથે વાતચીત કરી છે.
કૅમેરા- બિપિન ટંકારિયા અને હનીફ ખોખર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



