Gujarat Weather Update : ભારતમાં 24 કલાકમાં થશે ચોમાસાનું આગમન, ગુજરાતમાં કેટલા દિવસમાં પહોંચશે?

ગુજરાતનું હવામાન , ચોમાસું, બીબીસી ગુજરાતી, Monsoon 2026, Gujarat Rain, Weather update

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ચોમાસું ગુજરાત પહોંચે એ પહેલાં ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગ અમદાવાદ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી હતી.

ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો ત્યારે કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું.

તે સાથે સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ (12થી 20 સે.મી.) નોંધાયો હતો. પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતનાં કેટલાંક સ્થળોએ પણ ભારે વરસાદ 7થી 11 સે.મી. નોંધાયો હતો.

ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાત જેવા વિસ્તારમાં કેટલીક જગ્યાએ 95 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને તોફાની પવનો ફૂંકાયા હતા.

રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા.

પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધૂળની ડમરીવાળા વાવાઝોડા પણ જોવા મળ્યા હતા.

ત્યારે ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 4 જૂનની આસપાસ દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

હવે ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાની આગાહી છે?

ગુજરાતનું હવામાન , ચોમાસું, બીબીસી ગુજરાતી, Monsoon 2026, Gujarat Rain, Weather update

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગ અનુસાર, આજે એટલે કે ત્રીજી જૂને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ત્રીજી જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

આ સિવાય આજે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લામાં જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

ચોથી જૂને પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

ચોથી જૂને પણ સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

પાંચમી જૂને સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લામાં ફરી સૂકું હવામાન જોવા મળે તેવી શક્યતા છે એવું હવામાન વિભાગનું કહેવું છે.

ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ-આંધીની આગાહી

દિલ્હીની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી છે.

ભારતના હવામાન વિભાગની આગાહી અનુસાર, બીજી જૂનથી છ જૂન દરમિયાન 40 થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન સાથે છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. જોકે, આ સમય દરમિયાન બિહારમાં ગરમીનું મોજું આવવાની આગાહી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે. આના કારણે આગામી છ થી સાત દિવસમાં કેરળ અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ પડશે.

દેશના ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ સિવાય મધ્ય પ્રદેશમાં પણ 2 થી 4 જૂન દરમિયાન અને છત્તીસગઢમાં ચોથી જૂનથી છઠ્ઠી જૂન દરમિયાન વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની વચ્ચે રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન