કચ્છમાં ખાડાની અંદર કાર પડી

વીડિયો કૅપ્શન, કચ્છમાં ખાડાની અંદર કાર
કચ્છમાં ખાડાની અંદર કાર પડી
પ્રકાશિત

કચ્છના ખાવડા-દધ્ધર રોડ પર ચાલી રહેલા કામ અંતર્ગત ખોદાયેલા મોટા ખાડામાં કાર અને બાઇક પડ્યાં હતાં. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

શનિવારે સાંજે કારમાં સવાર લોકો ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

ત્યા રબાદ આ ખાડામાં બાઇક સવાર પણ પડ્યા હતા.

આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોનો આરોપ છે કે, સુરક્ષા વ્યવસ્થાના અભાવે રાત્રિના સમયે વાહનચાલકો આ ખોદાયેલા ભાગને જોઈ શક્યા નહોતા. જેના કારણે જ ત્રણ લોકોના જીવ ગયા છે.

બીજી તરફ આ અકસ્માતને લઈને બાંધકામ શાખાના અધિકારીઓએ પણ કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

કચ્છમાં કાર ખાડામાં પડી