જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન, વિરોધ પક્ષના નેતાઓ સહિત 700 લોકોની ધરપકડ - તસવીરોમાં જુઓ

ઇમેજ સ્રોત, AAP


ઇમેજ સ્રોત, Social Media Screen Grab

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images

ઇમેજ સ્રોત, AAP

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, ANI
રાજકીય કાર્યકર યોગેન્દ્ર યાદવે દાવો કર્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન કરવા જઈ રહેલા આરજેડીના સાંસદ મનોજ ઝાને દિલ્હી પોલીસે અટકાયતમાં લઈ લીધા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ગભરાયેલી સરકારે જંતર-મંતર સત્યાગ્રહમાં સામેલ થવા જઈ રહેલા રાજ્યસભા સાંસદ મનોજ ઝાને હિરાસતમાં લીધા."
આ સિવાય જંતર-મંતર પર પહોંચે એ પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજની અટકાયત કરી લીધી છે.
અટકાયતમાં લેતી વખતે સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, "મોદીજી, સવાલોથી ન ડરો. બહાર નીકળો અને દેશને જવાબ આપો."
પ્રદર્શનનું આહ્વાન કરનારાઓમાંથી એક વકીલ પ્રશાંત ભૂષણે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું. "દિલ્હી પોલીસે મોદી/શાહના આદેશ પર જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનને રોકવા માટે મધ્ય દિલ્હીને બંધ કરી દીધી છે."
તેમણે લખ્યું, "11 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યાં છે, નિષેધનો આદેશ લાગુ કરી દેવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે! પોલીસે જંતર-મંતરની ઘેરાબંધી કરી દીધી છે અને ત્યાં લોકોને હિરાસતમાં લેવામાં આવી રહ્યા છે. સાંસદ મનોજ ઝાને પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે."
પ્રશાંત ભૂષણે લખ્યું, "આ બધું ગાંધી જયંતિના દિવસે થઈ રહ્યું છે! મોદી/શાહ એ નથી સમજતા કે તેનાથી લોકોમાં વધુ ગુસ્સો પેદા થશે અને વધુ લોકો રસ્તાઓ પર ઉતરશે. તેઓ કેટલા લોકોને પ્રદર્શન કરતા રોકી શકે છે અને કેટલા લોકોને હિરાસતમાં લઈ શકે છે? આખરે તેઓ સ્થિતિ સંભાળવામાં અસમર્થ થઈ જશે!"

ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે આજે કૉક્રોચ જનતા પાર્ટી સહિત અનેક સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો અલગ-અલગ વિરોધપ્રદર્શનો કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી પોલીસે જ્ઞાનેશકુમારના વિરોધમાં જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી.
આ વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે બીએનએસની કલમ 163ને દિલ્હીમાં લગાવી દીધી છે અને નવી દિલ્હીમાં સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે.
નવી દિલ્હીના ડીસીપીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "નવી દિલ્હી જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારુ અવરજવર સુનિશ્ચિત કરવા માટે બીએનએસએસ, 2023ની કલમ 163 લાગુ છે. તેના હેઠળ મંજૂરી વિના લોકોનું એકત્ર થવું, જાહેર ભાષણ, નારા લગાવવું, સરઘસ, પ્રદર્શન, ધરણા અને આદેશમાં જણાવાયેલી અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે."
અહીં ઉલ્લેખનીય છે કે અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રૅસમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદના સમાચાર છપાયા હતા.
ત્યાર બાદ કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ ચૂંટણીપંચ પર મતદારયાદીમાં ગોટાળાના આરોપો લગાવ્યા છે. આથી, જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ થઈ રહી છે.
દિલ્હીમાં 11 મેટ્રો સ્ટેશન બંધ

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં સ્થિત જંતર-મંતર પર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં અનેક મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ પર રોક લગાવવામાં આવી છે.
દિલ્હી મેટ્રોએ કહ્યું છે કે, નીચે દર્શાવાયેલાં મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને ઍક્ઝિટ આગામી આદેશ સુધી બંધ રહેશે.
- જનપથ
- પટેલ ચોક
- કેન્દ્રીય સચિવાલય
- રાજીવ ચોક
- સેવા તીર્થ
- મંડી હાઉસ
- લોક કલ્યાણ માર્ગ
- આઈએનએ
- ચાવડી બજાર
- રામકૃષ્ણ આશ્રમ માર્ગ
- નવી દિલ્હી
દિલ્હી મેટ્રોએ ઍક્સ પર આ માહિતી શૅર કરતાં કહ્યું, "રાજીવ ચોક, મંડી હાઉસ, નવી દિલ્હી અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ રહેશે."
દિલ્હીમાં જંતર-મંતર પર પોલીસની કિલ્લેબંધી

શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા યોજાનારા વિરોધપ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
જંતર-મંતરની બહાર રેપિડ ઍક્શન ફોર્સના વાહનો પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

મુંબઈમાં વિરોધ પ્રદર્શનનું એલાન

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે કૉક્રોચ જનતા પાર્ટીએ સાંજે ચાર વાગ્યે મુંબઈના શિવાજી પાર્કમાં મોટાં વિરોધપ્રદર્શનનું ઍલાન આપ્યું છે.
તેમની માગ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપે.
કૉક્રોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ આ વિરોધપ્રદર્શન અગાઉ ગઈકાલે ગુરુવારે મુંબઈમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, "કૉક્રોચ જનતા પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે 2 ઑક્ટોબરે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે.
અભિજીત દીપકેએ કહ્યું , "અમે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે આવતીકાલે મુંબઈમાં અમારો વિરોધ શરૂ કરીશું."
તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં જ્ઞાનેશકુમાર વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવો, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બંધ કરવી, 2025ની મતદાર યાદીના આધારે ચૂંટણીઓ યોજવી અને નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે એક સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરવાની માગ સામેલ છે.
દીપકેએ આરોપ લગાવ્યો કે, વર્તમાન ચૂંટણી પ્રક્રિયા અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે, સીઈસીએ રાજીનામું આપવું જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે જ્ઞાનેશકુમાર પોતાના પદ પરથી રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
તેમણે કહ્યું, "અમે માગ કરીએ છીએ કે એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે, 2025 ની મતદારયાદીના આધારે ચૂંટણીઓ યોજવામાં આવે અને નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી સ્વતંત્ર સંસ્થા દ્વારા કરવામાં આવે."
આજથી 'ઇન્ડિયા' ગઠબંધન પણ કરશે પ્રદર્શનોની શરૂઆત

ઇમેજ સ્રોત, ANI
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ અને ચૂંટણીપ્રક્રિયામાં સુધારની માગ સાથે આજે 'ઇન્ડિયા' ગઠબંધન પણ વિરોધપ્રદર્શનોની શ્રેણીની શરૂઆત કરશે.
આજથી તેમણે લોકશાહી બચાવો માર્ચનું ઍલાન કરેલું છે.
મુંબઈમાં આજે યોજાનારા વિરોધપ્રદર્શનને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ પણ સમર્થન આપ્યું છે. આદિત્ય ઠાકરેએ મુંબઈના લોકોને બહાર નીકળવાની અપીલ કરી છે.
આ સિવાય ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ અલગથી ચોથી ઑક્ટોબરે વિરોધપ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.
છઠ્ઠી ઑક્ટોબરે વિપક્ષના સાંસદો દિલ્હીમાં ચૂંટણીપંચના હેડક્વાર્ટર સુધી માર્ચ કાઢશે અને જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરશે.
આગામી પહેલી નવેમ્બરે ઇન્ડિયા ગઠબંધને દિલ્હીમાં મોટી રેલી યોજવાનું નક્કી કર્યું છે અને એ સિવાય તેઓ પાંચ મોટી રેલી આ ગાળામાં યોજશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























