બનાસકાંઠામાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની કેવી હાલત છે?
બનાસકાંઠામાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની કેવી હાલત છે?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસાની મોડી શરૂઆત બાદ હવે જુલાઈમાં ચોમાસાને કારણે લોકોમાં રાહત અનુભવાઈ રહી છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ ચોમાસાને લઈને ચિંતા વ્યાપક છે.
બનાસકાંઠામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
વાવેતરનો યોગ્ય સમય પસાર થઈ રહ્યો છે, છતાં વરસાદના અભાવે હજારો હેક્ટર જમીન ખાલી પડી છે.
બીજી તરફ ડીસા અને ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળસ્તર પણ સતત નીચે જઈ રહ્યું હોવાથી ખેડૂતો માટે બેવડી મુશ્કેલી ઉભી થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



