રાઘવ ચઢ્ઢાની પહેલી પ્રતિક્રિયા જુઓ

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
રાઘવ ચઢ્ઢાની પહેલી પ્રતિક્રિયા જુઓ

આપના નેતા રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં આપના ઉપ નેતા પદથી હટાવવામાં આવ્યા છે. આ જવાબદારી હવે અશોક કુમાર મિત્તલને આપવામાં આવી છે.

પાર્ટીના આ નિર્ણય અંગે રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે 'રાજ્યસભામાં મારા ભાષણોથી આમ આદમીનું ભલુ થયું પણ આમ આદમી પાર્ટીને શું નુકસાન થયું?'

જોકે, સમગ્ર બાબતે આપના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ઢાંડાએ કહ્યું હતું કે, "રાઘવ ચઢ્ઢા મોદી સામે બોલતા ગભરાય છે."

તો, જેમને હવે આ જવાબદારી મળી છે તે અશોકકુમાર મિત્તલે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું "રાજ્યસભા કે લોકસભામાં પાર્ટીના જે નેતા કે ઉપનેતા હોય છે તેમનું સમય સમય પર પરિવર્તન થતું રહે છે. રાઘવજી પહેલાં એનડી ગુપ્તા ઉપનેતા હતા. આજે હું બન્યો છું. કાલે કોઈ બીજું આવશે."

રાઘવ ચઢ્ઢાએ આ મામલે શું કહ્યું?

રાધવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન