ભાવનગર : ઝેરી દારૂકાંડ, ભાઈને ગુમાવનાર બહેનોએ રડતી આંખે શું માગ કરી?

વીડિયો કૅપ્શન, ભાવનગર : ઝેરી દારૂકાંડ, ભાઈને ગુમાવનાર બહેનોએ રડતી આંખે શું માગ કરી?
ભાવનગર : ઝેરી દારૂકાંડ, ભાઈને ગુમાવનાર બહેનોએ રડતી આંખે શું માગ કરી?
પ્રકાશિત

ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાથી સાત લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રક્ષાબંધનપહેલાં જ ભાઈ ગુમાવનાર બહેનોએ આક્રંદ સાથે કડક ન્યાયની અને દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી મયૂર ચાવડાના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે, જેમાં કેટલાક આરોપીઓની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવો ઝેરી દારૂ લોકો સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે સ્થાનિકો પોલીસ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી