ગુજરાતમાં આ આદિવાસીઓ બળદો સાથે રાખીને કેમ ધરણાં કરી રહ્યા છે?
ગુજરાતમાં આ આદિવાસીઓ બળદો સાથે રાખીને કેમ ધરણાં કરી રહ્યા છે?
પ્રકાશિત
જંગલની જમીનના ખેડાણના મુદ્દે ગુજરાતમાં બે તાલુકાના આદિવાસી ખેડૂતો એકબીજાની સામસામે આવી ગયા છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉપરપાડામાં આવેલી જંગલની કેટલીક જમીન પર સાગબારાના ખેડૂતો ખેડાણ કરે છે.
જેની સામે ઉમરપાડાના ખેડૂતોએ વન વિભાગને રજૂઆત કરી હતી. અને વન વિભાગે સાગબારાના ખેડૂતોને ખેડાણ કરતા અટકાવી દીધા છે.
હવે આ સાગબારાના ખેડૂતો છેલ્લા પંદરેક દિવસથી ધરણાં પર બેસી ગયા છે.
જંગલમાં બરોબર એક છાવણી બાંધવામાં આવી છે. ત્યાં જ પંદરેક દિવસથી ખેડૂતો દેખાવો કરી રહ્યા છે.
જંગલની વચ્ચે છાવણીમાં કેવી રીતે દેખાવો ચાલી રહ્યા છે? બન્ને પક્ષના ખેડૂતો અને વન વિભાગના અધિકારીઓનું શું કહેવું છે? જુઓ વીડિયો.
અહેવાલ : શ્યામ બક્ષી
ઍડિટ : કૃણાલ દેસાઈ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



