કૅપ્ટન સ્મિત મચ્છરે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂને ફોન પર શું જણાવ્યું? – ન્યૂઝ અપડેટ

ફોન પર વાતચીત દરમિયાન ઇઝરાયલના પીએમ બિન્યામિન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત મચ્છર પાસેથી ઘટનાની માહિતી મેળવી.
ઇમેજ કૅપ્શન, ફોન પર વાતચીત દરમિયાન ઇઝરાયલના પીએમ બિન્યામિન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત મચ્છર પાસેથી ઘટનાની માહિતી મેળવી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈ ફ્લાઇટમાં બનેલી ઘટનાના બાદ ચર્ચામાં આવેલા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાતચીત કરી છે.

નેતન્યાહૂએ 30 સપ્ટેમ્બરે બનેલી ઘટનાને લઈને સ્મિતની બહાદુરીની પ્રશંસા કરતાં તેમને ભારત, ઇઝરાયલ અને સમગ્ર દુનિયાના હીરો ગણાવ્યા.

ફોન પર વાતચીત દરમિયાન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત પાસેથી ઘટના વિશે માહિતી મેળવી. ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ બંનેની વાતચીતનો એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે.

સ્મિતે તેમને જણાવ્યું કે, ફ્લાઇટ દરમિયાન શું થયું હતું અને તેમણે કઈ રીતે કૉકપિટનો દરવાજો ખોલીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

નેતન્યાહૂએ સ્મિતને કહ્યું, "કૅપ્ટન, હું તમને અને મારા પ્રિય મિત્ર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને, અમારા આગામી સ્વતંત્રતા દિવસે એક ખાસ ઉજવણીની મશાલ પ્રગટાવવા માટે આમંત્રિત કરવા માગું છું. તમે ભારત અને ઇઝરાયલના બહાદુર લોકોના સાચા હીરો છો અને સમગ્ર દુનિયાના પણ હીરો છો. હું તમારા ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."

નેતન્યાહૂએ ફોન કૉલ દરમિયાન સ્મિતને પૂછ્યું કે ફ્લાઇટમાં આખરે શું બન્યું હતું?

ઘટના વિશે જણાવતાં કૅપ્ટન સ્મિતે કહ્યું કે, તે એક સામાન્ય ઉડાન હતી. તેમના જણાવ્યા મુજબ, કો-પાઇલટે પ્રાર્થના કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમાં તેમને કંઈ અસામાન્ય લાગ્યું નહોતું.

સ્મિતે કહ્યું, "પરંતુ જ્યારે તે પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે સન્માનના કારણે હું આગળની તરફ જોઈ રહ્યો હતો અને પાછળની તરફ નહીં. અચાનક, કદાચ ચાર કે પાંચ મિનિટ પછી, મારા માથાના પાછળના ભાગે જોરદાર ઈજા થઈ."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે વિમાનને કોઈ મોટું નુકસાન થયું છે. ત્યારબાદ સતત ઈજાઓ થવા લાગી અને તેમને સમજાયું કે હુમલો વિમાનના કારણે નહીં, પરંતુ કૉકપિટમાં હાજર બીજી વ્યક્તિના કારણે થઈ રહ્યો હતો.

સ્મિતે કહ્યું, "મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની શરૂઆતની ઈજાઓના કારણે મને લગભગ કંઈ દેખાતું નહોતું. મારી દૃષ્ટિ સંપૂર્ણપણે ધૂંધળી થઈ ગઈ હતી. તે સમયે મારા મનમાં આગળનો વિચાર આવ્યો કે વિમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે."

'મને લાગ્યું કે જો મેં આવું નહીં કર્યું તો હું મરી જઈશ'

કૅપ્ટન સ્મિતે જણાવ્યું કે તેમણે કૉકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ તેઓ કૉકપિટના ફર્શ પર સૂઈ ગયા. તેમણે જણાવ્યું કે તે સમયે તેમને વિમાનનો અવાજ, ઝડપથી પસાર થતી હવા અને મુસાફરોના ચીસો સંભળાઈ રહ્યા હતા.

સ્મિતે કહ્યું, "મારી અંદર એક છેલ્લો પ્રયાસ કરવાની શક્તિ બચી હતી. તમે તેને વ્યક્તિગત લડાઈ કહો કે લોકો માટેની લડાઈ, પરંતુ મેં વિચાર્યું કે જો મેં આવું નહીં કર્યું, તો હું મરી જઈશ. ત્યારે મેં મારી સંપૂર્ણ શક્તિ લગાવી અને દરવાજા તરફ જઈને તેને ખોલી દીધો."

તેમણે આગળ કહ્યું, "સદનસીબે, લોકો ત્યાં રાહ જોઈ રહ્યા હતા. તેમણે નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું અને બાકી બધું એ જ છે, જે તમે જાણો છો."

હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયામાં અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો

હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયામાં અરામકોના ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, રિયાધસ્થિત અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર શનિવારે આગની જ્વાળાઓ જોવા મળી

બીબીસી ન્યૂઝ ફારસીએ જણાવ્યું છે કે, યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો છે.

સમાચાર એજન્સીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે આ હુમલાઓમાં હૂતીઓએ બૅલિસ્ટિક મિસાઇલો અને ડ્રૉનનો ઉપયોગ કર્યો.

હૂતીઓએ કહ્યું છે કે, આ હુમલો સાઉદી અરેબિયા દ્વારા સના અને યમનના અન્ય વિસ્તારો પર કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો.

આ પહેલાં એક પ્રત્યક્ષદર્શીએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, શનિવારે વહેલી સવારે રિયાધમાં અરામકોનાં ઑઇલ ઠેકાણાંની નજીક ધુમાડો અને આગ જોવા મળી હતી.

સાઉદી અરેબિયાના અધિકારીઓએ અત્યાર સુધી અરામકોનાં ઑઇલ ઠેકાણાં પર થયેલા હુમલાની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, અરામકોએ પણ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન