એશિયન ગેમ્સ 2026 : મહિલા રિકર્વમાં ભારતને ગોલ્ડ, દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters
અંકિતા, કીર્તિ અને કુમકુમની ત્રિપુટીએ એશિયન ગેમ્સમાં મહિલા રિકર્વ ટીમ સ્પર્ધામાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.
તેમણે દક્ષિણ કોરિયાની ટીમને 5-3થી હરાવી.
ફાઇનલમાં ભારતીય ત્રિપુટીએ કાંગ ચાયયંગ, લી યુનજી અને ઓ યેજિનની ત્રિપુટીને હરાવી.
એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ટીમ આ પહેલા ક્યારેય આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી નહોતી.
રિકર્વ તીરંદાજીની સ્પર્ધા યોજાય છે. રિકર્વ ધનુષ પરંપરાગત ધનુષનું આધુનિક સ્વરૂપ છે, જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. ધનુષના ઉપર અને નીચેના છેડે જોડાયેલા બંને ભાગ દરેક છેડે તીરંદાજથી દૂરની દિશામાં વળેલા હોય છે. આ જ કારણસર તેને 'રિકર્વ' નામ આપવામાં આવ્યું છે.
પુતિને પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરવાની ચેતવણી કેમ આપી?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે, જો રશિયાને લાગે છે કે તેના બાલ્ટિક વિસ્તારમાં સ્થિત કૅલિનિનગ્રાદ પર સીધો હુમલો થયો છે, તો તે પોતાની પાસે રહેલાં તમામ હથિયારોનો ઉપયોગ કરશે.
પુતિને ભારપૂર્વક કહ્યું કે રશિયા "કોઈને ધમકી આપી રહ્યું નથી." તે માત્ર પશ્ચિમી નેતાઓના તે નિવેદનોનો જવાબ આપી રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા 2029 અથવા 2030 સુધી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
આ સમગ્ર સપ્તાહ દરમિયાન રશિયાએ નેટો પર પોતાના વિસ્તારની નાકાબંધી કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅલિનિનગ્રાદ લિથુઆનિયા અને પૉલૅન્ડ વચ્ચે આવેલું છે. રશિયાએ ચેતવણી આપી છે કે જો પશ્ચિમ કૅલિનિનગ્રાદને રશિયાના બાકીના ભાગોથી અલગ કરવાની કોશિશ કરશે, તો તેઓ પરમાણુ હથિયારોના ઉપયોગ માટે પણ તૈયાર રહેશે.
નેટોએ સ્થિતિને શાંત કરવાની કોશિશ કરી છે. તેણે ભારપૂર્વક કહ્યું છે કે, તે એક રક્ષણાત્મક ગઠબંધન છે અને રશિયાને પોતાની "પરમાણુ ધમકીઓ" બંધ કરવા કહ્યું છે.
તાજેતરના મહિનાઓમાં પશ્ચિમી સહયોગી દેશોને કથિત હાઇબ્રિડ યુદ્ધની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે, જેના પાછળ રશિયાનો હાથ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને પૉલૅન્ડ અને બાલ્ટિક દેશોમાં આવી ઘટનાઓ વધી છે.
ગયા અઠવાડિયે જ પૉલૅન્ડે કહ્યું હતું કે રશિયાનું એક હેલિકૉપ્ટર કૅલિનિનગ્રાદને અડીને આવેલા તેના વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું. બીજી તરફ, લિથુઆનિયાએ કહ્યું હતું કે તેના લોકો રશિયાને કારણે "સતત જોખમ અનુભવી રહ્યા છે". તેનું એક કારણ ડ્રૉનનું તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવું પણ છે.
જ્ઞાનેશકુમાર વિરુદ્ધ જંતર-મંતર પર પ્રદર્શનની તૈયારી, દિલ્હી પોલીસે લગાવી કલમ 163

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હી પોલીસે મુખ્ય ચૂંટણી કમિનશન (સીઈસી) જ્ઞાનેશકુમાર વિરુદ્ધ 2 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે.
આ પ્રદર્શનનું આયોજન સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થી નેતાઓએ કર્યું છે.
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે નવી દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. જંતર-મંતર પર ભીડ એકત્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 163 લાગુ કરતાં નવી દિલ્હી અને તેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે.
નવી દિલ્હીના ડીસીપીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "નવી દિલ્હી જિલ્લામાં જાહેર સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારુ અવરજવર સુનિશ્ચિત કરવા માટે બીએનએસએસ, 2023ની કલમ 163 લાગુ છે. તેના હેઠળ મંજૂરી વિના લોકોનું એકત્ર થવું, જાહેર ભાષણ, નારા લગાવવું, સરઘસ, પ્રદર્શન, ધરણા અને આદેશમાં જણાવાયેલી અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે."
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર વચ્ચે મતભેદની ખબર પ્રકાશિત થયા બાદ કૉંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ મતદાર યાદીમાં છેડછાડ કરીને ભાજપને ચૂંટણી જીતાડવામાં મદદ કરી રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























