વિશ્વનું સૌથી મોટું જહાજ તેની પ્રથમ સફરે નીકળ્યું, અંદરથી કેવું લાગે છે?

જહાજ
પ્રકાશિત

વિશ્વનું સૌથી મોટું જહાજ તેની પ્રથમ સફરે અમેરિકાના માયામીથી નીકળી ચૂક્યું છે. અમેરિકાના ફ્લોરિડાના માયામી રવિવારે તેનું ઉદઘાટન કરાયું છે.

આઇકૉન ઑફ ધ સીઝ નામનું આ જહાજ રૉયલ કેરેબિયન ગ્રૂપની માલિકીનું છે. આ જહાજ 365 મીટર (1,197 ફૂટ) લાંબું છે અને તેમાં 20 ડૅક છે, જહાજમાં 7,600 મુસાફરો પ્રવાસ કરી શકે છે.

આ જહાજ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં આવેલા ટાપુઓની સફર પર સાત દિવસ માટે જઈ રહ્યું છે.

જોકે, પર્યાવરણવાદીઓએ ચેતવણી આપી છે કે એલએનજીથી ચલિત આ જહાજ સાગરમાં મોટી માત્રામાં મિથેન ગૅસ છોડશે.

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑન ક્લીન ટ્રાન્સ્પોર્ટેશનના મરીન પ્રોગ્રામના નિદેશક બ્રાયન કૉમરને રૉયટર્સ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે આ જહાજ એ ખોટી દિશામાં એક પગલું છે.

તેમણે ઉમેર્યું, “અમારા અંદાજ પ્રમાણે મરિન ફ્યુલ તરીકે એલએનજીનો ઉપયોગ મરીન ગૅસ ઑઇલ કરતાં 120 ટકા વધારે ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે.”

આ અઠવાડિયાની શરૂઆતમાં આઈસીસીટીએ એક અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પ્રમાણે એલએનજીથી ચાલતાં જહાજોમાં મિથેન ઉત્સર્જનનું પ્રમાણ વર્તમાન ધારાધોરણો કરતાં વધારે છે.

પરંપરગતા મરિન ફ્યુલ કરતા એલએનજી વધુ સ્વચ્છ રીતે બળે છે, પરંતુ તેના લિકેજનું જોખમ હોય છે.

જહાજ
ઇમેજ કૅપ્શન, આ જહાજમાં સાત સ્વિમિંગ-પૂલ, છ વૉટર સ્લાઇડ્સ અને 40થી વધુ રેસ્ટોરાં, બાર અને લાઉન્જ છે
જહાજ
ઇમેજ કૅપ્શન, તરવૈયાનું એક શિલ્પ જહાજ પર લટકે છે, જે "સેન્ટ્રલ પાર્ક" તરીકે ઓળખાય છે
જહાજ
ઇમેજ કૅપ્શન, જહાજના ઓપન ઍર કોર્ટયાર્ડમાં ડઝનેક કૅબિન દેખાય છે, જેમાં છોડ પણ વાવેલાં છે.
જહાજ
ઇમેજ કૅપ્શન, જહાજ પર આવેલા વૉટરપાર્કને થ્રીલ આઇલૅન્ડ નામ અપાયું છે
જહાજ
ઇમેજ કૅપ્શન, જહાજના કેન્દ્રમાં "ધ પર્લ" તરીકે ઓળખાતી સીડી અને શિલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે
જહાજ
ઇમેજ કૅપ્શન, જહાજ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મિથેન એક ભયાનક ગ્રીનહાઉસ ગૅસ છે અને તે 20 વર્ષના સમયગાળામાં વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ કરતાં 80 ગણી વધુ ગરમી પકડશે. આમ, ગ્લોબલ વૉર્મિંગને ધીમું કરવા માટે આવાં ગૅસનાં ઉત્સર્જનો પર કાપ મૂકવો જરૂરી ગણાય છે.

રૉયલ કેરેબિયનના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે જહાજો માટે ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઑર્ગેનાઇઝેશનના માનકો કરતાં આઇકૉન ઑફ ધ સીઝ આધુનિક 24 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમતા ધરાવે છે. કંપનીએ 2035 સુધીમાં નેટ-ઝીરો જહાજો રજૂ કરવાની યોજના બનાવી છે.

આર્જેન્ટિનાના વર્લ્ડકપ વિજેતા કૅપ્ટન અને હાલમાં ઇન્ટર માયામીના ખેલાડી લિયોનલ મેસીએ ગુરુવારે આ જહાજના નામકરણ સમારોહમાં હાજરી આપી હતી.

આઇકૉન ઑફ ધ સીઝને બનાવવા માટે બે બિલિયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જહાજમાં સાત સ્વિમિંગ-પૂલ, છ વૉટર સ્લાઇડ્સ અને 40થી વધુ રેસ્ટોરાં, બાર અને લાઉન્જ છે.