ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, શું હવે વરસાદની શક્યતા ખરી?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા એક દિવસથી ગુજરાતનું તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહ્યું હતું, પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે તેવામાં એક સિસ્ટમ ઉત્તર પશ્ચિમ ભારતમાં રચાઇ રહી છે.
આ સિસ્ટમને લઈને એવું અનુમાન છે કે, તે ઑક્ટોબરના મધ્ય ભાગ સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં નોંધપાત્ર અસર કરી શકે છે.
જોકે, નવરાત્રિ પહેલાં ગુજરાતમાં આ સિસ્ટમને કારણે કે અન્ય કોઈ સંજોગોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ નથી પરંતુ ગુજરાતમાં હળવો કે છૂટછવાયો વરસાદ ક્યાંક પડી શકે છે.
આ સિવાય ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
પરંતુ કેટલાંક મૉડલ દર્શાવી રહ્યાં છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 10થી 11 તારીખે વરસાદ આવી શકે છે.
જોકે, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો પ્રદેશના બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
ભારતમાં હવામાનની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા 2 દિવસ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને ભેજમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોમાસાની ગેરહાજરી અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં ઍન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સાથે પ્રદેશ પર શુષ્ક ઉત્તરીય પવનોના પ્રભાવને કારણે ચોમાસું ઉત્તર ભારત બાકીના ભાગોમાંથી તેમજ સમગ્ર ગુજરાત અને મધ્ય પ્રદેશ અને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી પાછું ખેંચાઈ ગયું છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા સમગ્ર ગુજરાત અને રાજસ્થાન પર સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બરામતી, હરનાઈ પરથી પસાર થઈ રહી છે.
આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાંથી, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી અને તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં તાપમાન ગયું ઊંચું

ઇમેજ સ્રોત, ANI
હવામાન વિભાગે તેના બુલેટિનમાં આવનાર એક અઠવાડિયા સુધી વરસાદની કોઈ શક્યતા દર્શાવી નથી.
હવામાન વિભાગ અનુસાર, આજે મોટા ભાગે સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે અને ક્યાંય પણ વરસાદ પાડવાની શક્યતા નથી.
5 ઑકટોબર એટલે કે આવતીકાલથી લઈને 9 ઑક્ટોબર સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સહિતના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં વધતાં તાપમાન તરફ નજર કરીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો ગુજરાતના બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
સૌરાષ્ટ્રમાં દિવસનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઉપર હતું, ગુજરાત પ્રદેશ અને કચ્છમાં સામાન્ય કરતાં ઉપર અને ગુજરાતના બાકીના ભાગોમાં સામાન્ય રહ્યું હતું.
જો કે ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
રાતનું તાપમાન ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં નીચેથી નોંધપાત્ર રીતે નીચે હતું.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























