ગુજરાત હાઇકોર્ટે બે ફૉરેસ્ટ ગાર્ડોને એક હજારથી વધુ વૃક્ષો વાવવા કેમ આદેશ કર્યો?
ગુજરાત હાઇકોર્ટે બે ફૉરેસ્ટ ગાર્ડને જામીન આપતાં સમયે મૂકેલી શરત ચર્ચામાં છે.
બંને ફૉરેસ્ટ ગાર્ડને પોતાના ખર્ચે 1,700 વૃક્ષો વાવવાની શરત સાથે ગુજરાત હાઇકોર્ટ જામીન આપ્યા છે.
ભાવનગર પાલિતાણાના રાજસ્થળી ગામે ગેરકાયદે રીતે વૃક્ષ કાપવાના કેસમાં બે ફૉરેસ્ટ ગાર્ડને જામીન અપાયા છે.
કલ્પેશ ડાભી અને કરશન ગોહિલની ગેરકાયદે રીતે 1,690 વૃક્ષો કાપવાના કેસમાં ધરપકડ થઈ હતી
ગુજરાત હાઇકોર્ટે જામીન આપતાં સમયે બંનેને 850 -850 વૃક્ષો વાવવાની શરત મૂકી છે.
બંનેએ પોતાના ખર્ચે આ વૃક્ષારોપણ કરવાનું રહેશે, કોર્ટની શરતો પ્રમાણો બંનેએ 15 દિવસમાં રાજસ્થળી બીટના જંગલ વિસ્તારમાં વૃક્ષોરોપણ કરવાનું રહેશે. તેમજ વાવેલાં વૃક્ષોની ત્રણ વર્ષ સુધી પોતાના ખર્ચે જાળવણી કરવાની રહેશે
હાઇકોર્ટે શરત મૂકી છે કે, જો વૃક્ષારોપણમાં બેદરકારી થશે તો જામીન રદ થઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



