લોકસભામાં નહીં પાસ થયું મહિલા અનામત સાથે જોડાયેલું 131મું સંવિધાન સંશોધન વિધેયક, સરકારે કહ્યું, 'મહિલાઓને અધિકાર અપાવીને જ રહીશું'

ઇમેજ સ્રોત, SANSAD TV
લોકસભામાં શુક્રવારે મહિલા અનામ કાયદામાં સુધારા અંગેનું બિલ મતદાન બાદ પસાર ન થઈ શક્યું.
એનડીએ બિલના પક્ષમાં બે-તૃતીયાંશ મત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું.
એનડીએ બિલના પક્ષમાં બેત્રત્યાંશ વોટ હાંસલ કરવામાં અસફળ રહ્યું. બિલના પક્ષમાં 298 વોટ મળ્યા જ્યારે કે વિરોધમાં 230 વોટ મળ્યા.
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે બાકી બંને સંશોધન બિલને આગળ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે.
સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના કાયદામાં સંશોધન તથા ડિલિમિટેશન સાથે જોડાયેલાં બિલો પર સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદોની ચર્ચા બાદ ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. તેમના જવાબ બાદ વોટિંગ થયું હતું.
આ પહેલાં મહિલા અનામતમાં બંધારણીય સુધારા અંગે ચર્ચા બાદ જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિપક્ષ મહિલા અનામત વિરુદ્ધ છે.
તેમણે કહ્યું, "ઇન્ડી ઍલાયન્સના તમામ સભ્યોએ જો-તો, કિંતુ-પરંતુ લગાવીને સ્પષ્ટપણે મહિલા અનામતનો વિરોધ કર્યો છે."
"ઘણી જગ્યાએ એવું દેખાયું કે વિરોધ અમારા દૃષ્ટિકોણને સ્થાને અમારા લાગુ કરવાની રીત સામે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દેશની જનતા સમક્ષ સ્પષ્ટતા કરવા માગું છું. આ વિરોધ લાગુ કરવાની રીતનો નથી, માત્ર મહિલા અનામતનો જ વિરોધ છે. બિલનાં તત્ત્વોનો વિરોધ છે. રીતનો નહીં."
અમિત શાહે કહ્યું, "બિલનો ઉદ્દેશ મહિલા સશક્તીકરણનો છે. અમુક અમુક સંસદીય ક્ષેત્રમાં 39 લાખ મતદાર છે. આવી સ્થિતિમાં એક સાંસદ આટલા બધા લોકો પર કેવી રીતે ધ્યાન આપશે."
"જેઓ બેઠકો વધારવાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ ધ્યાન રાખે તેઓ એસસી-એસટી બેઠકોમાં વધારાનો પણ વિરોધ કરી રહ્યા છે. બંધારણમાં પુન: સીમાંકનની જોગવાઈ છે."
તેમણે કહ્યું, "કેટલાક લોકો ઉત્તર-દક્ષિણનું નૅરેટિવ ઘડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે દક્ષિણ ભારતમાં બેઠકો ઘટી જશે. સંસદ પર અન્ય ક્ષેત્રો જેટલો જ દક્ષિણ ભારતનો પણ અધિકાર છે. આ લોકો નિરર્થક જ આ નૅરેટિવ ફેલાવી રહ્યા છે."
'કૉંગ્રેસે ઓબીસી સાથે દગો કર્યો'

ઇમેજ સ્રોત, SANSAD TV
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમિત શાહે કહ્યું કે કૉંગ્રેસે એક પ્રસ્તાવ પસાર કર્યો, જેથી મહિલા અનામત 2029 બાદ લાગુ થાય.
પરંતુ આ અનામત 2029 પહેલાં જ લાગુ થશે.
તેમણે કહ્યું, "વિપક્ષના સભ્યો અહીં હંગામો કરીને બચી જશે. પરંતુ માતા-બહેનોના આક્રોશથી નહીં બચે. જ્યારે ચૂંટણીમેદાનમાં જશો ત્યારે રસ્તો નહીં જડે."
તેમણે કહ્યું 'ઇન્ડિ ઍલાયન્સ'ના લોકો મુસ્લિમ અનામતની માગ ઉઠાવી રહ્યા છે. મુસ્લિમ મહિલાઓ માટે અનામતની માગ કરી રહ્યા છે.
"જ્યારે બંધારણમાં ધર્મના આધારે અનામત ન મળી શકે."
અમિત શાહે કહ્યું કે કૉંગ્રેસે ઓબીસી સાથે પણ દગો કર્યો.
તેમણે કહ્યું, "ચૌધરી ચરણસિંહ અને સીતારામ કેસરીને કૉંગ્રેસ કામ પૂરું ન કરવા દીધું. 1957માં ઓબીસી માટે અનામત માટે કાકા કાલેલકર કમિટીની ભલામણોને માળિયે ચઢાવી દીધી."
"1980માં મંડલ પંચની ભલામણોને માળિયે ચઢાવી દીધી. વીપી સિંહના સમયે મંડલ પંચની ભલામણો લાગુ થઈ."
તેમણે કહ્યું, "રાજીવ ગાંધીએ પોતાના લાંબા ભાષણમાં મંડલ પંચનો વિરોધ કર્યો. 1951 અને 1971માં જાતિ આધારિત વસ્તીગણતરીનો વિરોધ કર્યો. હવે કૉંગ્રેસ હારી રહી છે. કૉંગ્રેસે એક પણ પછાત પીએમ નથી દીધો. ભાજપે અતિ પછાત વર્ગના નેતા નરેન્દ્ર મોદીને પીએમ બનાવ્યા."
રાહુલ ગાંધીએ કહ્યું, "મહિલા અનામત બિલ એસસી-એસટી, ઓબીસી વિરુદ્ધ"

ઇમેજ સ્રોત, SANSAD TV
લોકસભામાં મહિલા અનામત કાયદો અને પુન: સીમાંકન પંચ સાથે સંકળાયેલાં બિલો અંગે લોકસભામાં મતદાન પહેલાં ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રથમ સત્ય તો એ છે કે આ મહિલા અનામત માટેનું બિલ નથી.
તેમણે કહ્યું કે મહિલા અનામત બિલ તો 2023માં પસાર થઈ ચૂક્યું છે. આ બિલ દેશના પૉલિટિકલ નકશાને બદલવાનો પ્રયાસ છે. આ બિલ એસસી-એસટી અને ઓબીસી વિરુદ્ધ છે, તેમના અધિકારી છીનવી લેવા માટેનો એજન્ડા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "સરકારી ગભરાયેલી છે. આ કામ આસામ અને જમ્મુ-કાશ્મીરમાં કરી ચૂક્યા છે. હવે સરકાર આ જ કામ આખા દેશમાં કરવા માગે છે."
તેમણે કહ્યું, "આ બિલના મહિલા સશક્તીકરણ સાથે કોઈ લેવાદેવા નથી. તમે સત્તા હડપવાની કોશિશમાં છો. આ બિલ રાષ્ટ્રવિરોધી છે. અમે સરકારને આ નહીં કરવા દઈએ. દક્ષિણ અને ઉત્તર ભારત સાથે ભેદભાવ થઈ રહ્યો છે. દલિત અને આદિવાસીની ભાગીદારી ઓછી થઈ રહી છે."
રાહુલ ગાંધીએ કહ્યું, "મહિલાઓ અમારી રાષ્ટ્રીય કલ્પનાની પ્રેરક શક્તિ છે. આપણે બધાએ પોતપોતાનાં જીવનમાં મહિલાઓ પાસેથી ઘણું બધું શીખ્યા છીએ, પ્રભાવિત થયા છીએ અને તેમની પાસેથી ઘણું જ્ઞાન હાંસલ કર્યું છે."
ગાંધીએ એ બાદ પોતાના જીવનનો એક કિસ્સો સંભળાવ્યો:
'મારાં માતાપિતા ડિનર માટે ગયાં હતાં. એ દરમિયાન મારાં દાદી મને સાથે લઈને ગયાં અને એક અંધારા ગાર્ડનમાં મને છોડી દીધો, બાદમાં તેઓ ચાલ્યાં ગયાં. મને દૂરથી જ તેમની સાડી દેખાઈ રહી હતી, પરંતુ અંધકારમાં તો હું ભયાનક ગભરાઈ ગયો. આવું માત્ર બે-ત્રણ મિનિટ જ ચાલ્યું, પરંતુ મારા માટે તો એ સમય બે કલાક બરોબર હતો. પછી મેં જોયું કે મારાં દાદી આવી રહ્યાં છે. તેમણે પૂછ્યું કે હું કઈ બાબતથી ગભરાઈ રહ્યો હતો? મેં કહ્યું કે એ કૂતરાથી ગભરાઈ રહ્યો હતો, જેના અંગે ખબર સુધ્ધાં નથી કે એ આવીને કરડી લેશે. મને એ બાબતોથી પણ ગભરાટ થઈ રહ્યો હતો, જે ત્યાં હતી જ નહીં. એ અંગે દાદીએ કહ્યું કે તને અંધકારથી કે કોઈ અન્ય વસ્તુથી નહોતો ગભરાઈ રહ્યો. ગભરાટ તો ખરેખર તારા મગજમાં હતો.'
રાહુલ ગાંધીએ કહ્યું, "આ સરકાર પણ એવી જ રીતે ગભરાયેલી છે. આ સરકાર અંધકારમાં જવા જ નથી માગતી, એટલે કે સમસ્યાઓથી ગભરાઈ રહી છે. જો તમે સમાધાન ઇચ્છતા હો તો સમસ્યાઓની પેલે પાર જવું પડશે."
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.
દક્ષિણનાં રાજ્યોનો વિરોધ, સરકારનો પક્ષ

ઇમેજ સ્રોત, ANI
આ પહેલાં કેરળથી કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે પુન: સીમાંકન કરાવવાથી સંઘીય માળખું પ્રભાવિત થવાની વાત કરી.
લોકસભામાં કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે સરકાર નોટબંધીની માફક ડીલિમિટેશનમાં પણ ઉતાવળ કરી રહી છે.
તેમણે કહ્યું, "વડા પ્રધાન કહે છે કે સરકારે નારી શક્તિને ન્યાયની ભેટ આપી છે. પરંતુ તેને કાંટાળા તારમાં લપેટીને આપવામાં આવી છે અને મહિલા અનામતને સંસદના વિસ્તાર સાથે 2021ની વસતીગણતરીના આંકડા અને પુન: સીમાંકન પ્રક્રિયા સાથે જોડી દીધી."
આ પહેલાં ડીએમકે સાંસદ કનિમોઝીએ પણ સંઘીય માળખા પર ખતરા અંગે આશંકા વ્યક્ત કરી હતી.
સંસદમાં ત્રણ દિવસીય વિશેષ સત્રના બીજા દિવસે લોકસભામાં બોલતી વખતે ડીએમકે સાંસદ કનિમોઈ કરુણાનિધિએ ડીલિમિટેશન (પુન: સીમાંકન) બિલના ટાઇમિંગ અને મહિલા અનામતને તેની સાથે સાંકળવાની વાત પર સવાલ ઉઠાવ્યો.
સાથે જ તેમણે મહિલા અનામત મુદ્દે ચર્ચા વચ્ચે ગુરુવાર રાત્રે આ અંગે અધિસૂચના જાહેર કરી દેવાની વાત પર પણ સવાલ ઉઠાવ્યો.
તેમણે કહ્યું, "જ્યારે મહિલા અનામત મુદ્દે સંસદમાં ચર્ચા ચાલી રહી છે તો ગઈ કાલ રાત્રે તેને અધિસૂચિત કરવાનો શો અર્થ છે?"
કનિમોઈએ તેને 'ટ્રૅપ' એટલે કે જાળ ગણાવી, જ્યારે દક્ષિણનાં રાજ્યોના અન્ય વિપક્ષના સાંસદોએ પ્રતિનિધિત્વ ઘટવાની આશંકા વ્યક્ત કરી.
ગુરુવારે ચર્ચાના પ્રથમ દિવસે વડા પ્રધાને વિપક્ષનાં દળોની આશંકા અંગે કહ્યું હતું કે, "પહેલાં જે સીમાંકન થયું છે અને અગાઉનું જે પ્રમાણ ચાલતું આવે છે, તેમાં કોઈ બદલાવ નહીં થાય. એ પ્રમાણે જ પુન: સીમાંકન થશે."
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ટ્વીટ કરીને કહ્યું હતું કે, "સંસદમાં ધારાસભાઓમાં મહિલા અનામતનો માર્ગ મોકળો કરતા ઐતિહાસિક બિલ પર ચર્ચા ચાલી રહી છે. ગઈ કાલે શરૂ થયેલી ચર્ચા મોડી રાત્રે એક વાગ્યા સુધી ચાલી અને આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી તેના પર ચર્ચા થઈ રહી છે. સરકાર આ બિલની હકીકતો અને તેના તર્ક અંગેનાં બધાં ભય અને ગેરસમજનું નિરાકરણ લાવી છે. બધી ચિંતાઓનું નિરાકરણ લાવીને ખૂટતી માહિતી પૂરી પાડવામાં આવી છે."
તેમણે આગળ કહ્યું કે, "લગભગ ચાર દાયકા સુધી ધારાસભાઓમાં મહિલા અનામત મુદ્દે અતિશય વિલંબ કરવામાં આવ્યો. હવે સમય પાકી ગયો છે કે દેશની અડધી વસતીને નિર્ણયપ્રક્રિયામાં તેનો ન્યાયિક હક અપાય. સ્વતંત્રતાના આટલા દાયકા પછી પણ આ ક્ષેત્રમાં મહિલાઓનું આટલું મર્યાદિત પ્રતિનિધિત્વ હોવું એ યોગ્ય બાબત નથી. થોડી વારમાં લોકસભામાં આના પર મતદાન થશે. હું બધા રાજકીય પક્ષોને આ અંગે કાળજીપૂર્વક વિચારી અને મહિલા અનામતની તરફેણમાં મતદાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવાની અપીલ કરું છું."
વડા પ્રધાન મોદીએ મહિલા અનામત બિલની તરફેણમાં આગળ લખ્યું કે, "નારી શક્તિ વતી હું બધા સભ્યોને એવી પણ વિનંતી કરવા માગું છું કે તેઓ ભારતની મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવું કંઈ ન કરે. કરોડો મહિલાઓ આપણને, આપણા ઇરાદા અને નિર્ણયોને જોઈ રહી છે... હું ફરી એક વાર નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાને ટેકો આપવાની વિનંતી કરું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















