થાંભલા પર ચઢીને વીજળીનું કામ કરતાં બહાદુર 'વાયરવુમન'ની કહાણી
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલું નાનું ગામ ધામણગાવ. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામમાં એક મંદિર, એક ચોક, એક હોટલ અને વીજળી વિભાગનું એક કાર્યાલય આવેલું છે.
દેશનાં કોઈ પણ ગામમાં જોવા મળે એવું આ દૃશ્ય છે, પરંતુ આ ગામમાં બાઇક પર ફરીને વીજળી પુરવઠા વિભાગમાં કામ કરી રહેલાં એક મહિલા ઘણા લોકોને ગર્વ છે. આ મહિલાનું નામ છે જ્યોતિ આહેર.
છેલ્લાં ચાર વર્ષથી વીજળી પુરવઠા વિભાગમાં કામ કરી રહેલાં જ્યોતિ બુલઢાણા જિલ્લાના ધામણગાવમાં વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવે છે. સોશિયલ મીડિયા, વિવિધ માધ્યમો અને તેના વિભાગમાં તેમની ઓળખ મહિલા વાયરવુમન તરીકે હોય, પરંતુ ગામલોકો માટે તેઓ તેમની પોતાની દીકરી છે.
કમર પર પકડ, પાછળ લોખંડના થાંભલા પર ચઢવા માટેનાં શૂઝ, ખભા પર સુરક્ષાનો બેલ્ટ અને હાથમાં કામ માટે જરૂરી સામગ્રી. જ્યોતિનો આ પહેરવેશ હવે ગામલોકો માટે સહજ બની ગયો છે.

ઇમેજ સ્રોત, PrajwalBhalerao/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



