ગુમ થયેલા છ મહિનાના બાળકને પોલીસે 24 કલાકમાં કેવી રીતે શોધ્યું?

વીડિયો કૅપ્શન, ગુમ થયેલા બાળકોને પોલીસે કેવી રીતે શોધ્યા?
ગુમ થયેલા છ મહિનાના બાળકને પોલીસે 24 કલાકમાં કેવી રીતે શોધ્યું?
પ્રકાશિત

આંધ્ર પ્રદેશના ચીરાલામાં ફૂટપાથ પર સૂતેલા છ મહિનાના બાળકનું અપહરણ થતાં પોલીસે ‘CCTV 360’ ઍપની મદદથી 24 કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો.

360 ડિગ્રી CCTV અને ટેકનૉલૉજીની મદદથી આરોપી તથા તેના વાહનની ઓળખ કરી તેનો રૂટ ટ્રેસ કરવામાં આવ્યો હતો.

આ જ સિસ્ટમની મદદથી ગુન્ટુરની ઘરેથી ગુમ થયેલી બે સગીર છોકરીઓને પણ શોધી કાઢવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશમાં 15 હજાર CCTV કૅમેરા આ સિસ્ટમ સાથે જોડાયેલા છે, જેમાં ફેસ રેકગ્નિશન અને નંબર પ્લેટ ઓળખવા જેવી સુવિધાઓ છે.

આંધ્ર પ્રદેશ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images