ગુજરાત હવામાન સમાચાર : કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ? આવ્યા મોટા અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
હવે ચોમાસાને માત્ર મહિનો કે સવા મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. મોટા ભાગનું ચોમાસું વીતી ગયું છે ત્યારે હજુ પણ મોટાભાગના ખેડૂતો હજુ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને ગુજરાતમાં હાલ પણ ઘણા વિસ્તારોમાં પૂરતો વરસાદ નોંધાયો નથી.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ પિયતનાં પાણીની તંગી છે. ત્યારે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તેની પણ રાહ આતુરતાપૂર્વક લોકો જોઈ રહ્યા છે.
ચાર પાંચ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે. પણ સર્વત્ર વરસાદની શક્યતા આ દિવસોમાં નથી.
ત્યારે કેટલાક હવામાન મોડલ આ મહિના એકદમ અંતમાં ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવી રહ્યા છે.
આ વચ્ચે એક સિસ્ટમ હાલ પૂર્વ ભારતનાં રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશા જેવાં રાજ્યો પર ફરી રહી છે. આ સિસ્ટમ પહેલા લો પ્રેશર એરિયા હતી ત્યારબાદ આ ડિપ્રેશન બનીને નબળી પડી હવે ફરીથી તે ડિપ્રેશન બની ગઈ છે. હવે આ સિસ્ટમ મજબૂત બની છે. તેથી તેની અસર પૂર્વનાં રાજ્યોથી સામાન્ય રીતે ત્યાંથી નજીકમાં આવેલા ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
જોકે, સિસ્ટમ તે તરફના વિસ્તારોમાં વરસાદ લાવી શકે પણ તેની અસર ગુજરાતમાં થાય તેની શક્યતા નહીવત છે.
ત્યારે ઘણા મૉડલો એવું પણ દર્શાવે છે કે આ ઑગસ્ટ મહિનાના એકદમ અંતમાં અથવા તો સપ્ટેમ્બર મહિનો શરૂ થાય ત્યારે એક નવી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય અથવા ગુજરાતની આસપાસ પહોંચે તેવી શક્યતાઓ છે.
આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય અને દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે અને ત્યારબાદ તે આગળ વધે તેમજ મધ્ય અને પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. પણ આ શક્યતા લાંબાગાળાના સમયની છે જો કે હજુ આ સિસ્ટમ હજુ બની નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ ગુજરાતમાં લગભગ મોટાંભાગનાં સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનાં કેટલાક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગરસ્થિત રાજ્ય ઇમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 16થી 17 ઑગસ્ટ 2026 દરમિયાન 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
આ સમયગાળા દરમિયાન તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 1.57 ઇંચ વરસાદ પડ્યો છે.
તેમજ નવસારીના ખેરગામ તાલુકામાં 1.46 ઇંચ, ગણદેવી તાલુકામાં 1.26 ઇંચ અને ચીખલી તાલુકામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સિવાય વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં પણ 1.02 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ભારતમાં હાલ સક્રિય સિસ્ટમ

ઇમેજ સ્રોત, imd
હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઓડિશાના દરિયાકાંઠા પર રચાયેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે
આગામી 24 કલાક દરમિયાન તે શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની ક્ષમતા ધરાવે છે.
મોનસૂન ટ્રફ હવે ફિરોઝપુર, મુઝફ્ફરનગર, ગોરખપુર, મુંગેર, બંગાળની ખાડી પરથી પસાર થઈ રહે છે.
આ સિવાય રાજસ્થાનના મધ્ય ભાગો પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
તે ઉપરાંત મધ્ય ભારત અને તેને અડીને આવેલા વિસ્તારો અને ભારતમાંથી પસાર થતી અક્ષાંશ 22°N પર શીયર ઝોન યથાવત છે.
પશ્ચિમ મધ્ય પ્રદેશ પર અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
આગામી દિવસોમાં હવામાન વિભાગે શું આગાહી કરી?

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
18 ઑગસ્ટની આજની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે
આજે દક્ષિણ ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આવતીકાલે પણ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
20 ઑગસ્ટને રોજ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
21 ઑગસ્ટની સ્થિતિને લઈને હવામાન વિભાગે, ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં અમુક સ્થળોએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
22 અને 23 ઑગસ્ટની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આજ પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























