વરસાદ માપવાનું ઑટોમેટિક યંત્ર કેવું હોય છે, કઈ રીતે કામ કરે છે?
વરસાદ માપવાનું ઑટોમેટિક યંત્ર કેવું હોય છે, કઈ રીતે કામ કરે છે?
પ્રકાશિત
ગુજરાત સહિત ભારતમાં અનેક રાજ્યોમાં ચોમાસું જામ્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
ત્યારે આ વીડિયોમાં જુઓ કે વરસાદ કેવી રીતે માપવામાં આવે છે.
વરસાદ માપવાના સ્વયં સંચાલિત યંત્રો ત્રણ પ્રકારનાં હોય છે, જેમાં ફ્લોટિંગ ટાઇપ, વેઇંગ બકેટ ટાઇપ અને સાયફન ટાઇપનો સમાવેશ થાય છે.
સાયફન ટાઇપના યંત્રમાં વરસાદનું પાણી કલેક્ટર દ્વારા પાઇપમાં થઈને અંદર આપેલી ચેમ્બરમાં જાય છે.
આ ચેમ્બર 10 મીમીની ક્ષમતાવાળી હોય છે.
પાણી ભરાતાં અંદર રહેલો દડો ઉપર આવે છે અને પેન આર્મ દ્વારા ગ્રાફ પેપર પર નોંધણી થાય છે.
ચેમ્બર ભરાઈ ગયા બાદ પાણી આપોઆપ બહાર નીકળી જાય છે અને પ્રક્રિયા ફરી શરૂ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



