ચોમાસું વધશે આગળ, ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ચોમાસું વધશે આગળ, ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદ?
ચોમાસું વધશે આગળ, ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદ?
પ્રકાશિત

હવામાન વિભાગનું કહેવું છે કે 29થી 3 જુલાઈ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં હવે વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદ વધવાની આગાહી કરી છે.

ગુજરાતમાં આ વર્ષે જૂન મહિનો ખૂબ ખરાબ ગયો છે અને જે વિસ્તારોમાં સામાન્ય રીતે હાલ વાવણી થઈ જવી જોઈતી હતી ત્યાં હજી સુધી વરસાદ પડ્યો નથી.

ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ આગળ વધી રહ્યું નથી અને જ્યાં ચોમાસું પહોંચ્યું છે ત્યાં પણ હાલ વરસાદ પડી રહ્યો નથી. જૂન મહિનો પૂરો થયા બાદ હવે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે પરંતુ ત્યાં સુધી પહોંચ્યા બાદ તે નબળું પડી ગયું હતું અને આજથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે.

હવામાન, ગુજરાત, બીબીસી, ચોમાસું

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન