કલાકારો પર કોથળા ભરીને રૂપિયાનો 'વરસાદ'
કલાકારો પર કોથળા ભરીને રૂપિયાનો 'વરસાદ'
પ્રકાશિત
માળિયાહાટીનાના ખંભાળિયામાં યોજાયેલા લોકડાયરામાં કલાકારો પર આ રીતે રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા, કે કલાકારો પૈસાના ઢગલામાં જતાં રહ્યા હતા.
'શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં દોઢ કલાક સુધી રૂપિયા 'વરસ્યા' હોવાનું આયોજકોનું કહેવું છે.
જિગ્નેશ કવિરાજ , ગોપાલ સાધુ જેવા કલાકારો પર પર શ્રોતાઓએ કોથળા ભરીને રૂપિયા વરસાવ્યા હતા.
જાણીતા લોક ગાયક માયાભાઈ આહીર પણ કલાકાર પર રૂપિયા વરસાવતા જોવા મળ્યા હતા.
મહત્ત્વનું છે કે આયોજકોનો દાવો છે કે, લોકડાયરામાં દાન સ્વરૂપે એકઠા થયેલા આ રૂપિયા આહીર સમાજનાં સેવાકીય કામોમાં વપરાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



