વડોદરા: કેમિકલ ભરેલું ટૅન્કર સળગ્યું

વીડિયો કૅપ્શન, વડોદરા : કેમિકલ ભરેલું ટૅન્કર સળગ્યું
વડોદરા: કેમિકલ ભરેલું ટૅન્કર સળગ્યું

વડોદરાના નૅશનલ હાઇવે 48 ઉપર આવેલાં જાંબુવા બ્રિજ ઉપર કેમિકલ ભરેલાં ટૅન્કરમાં આગ લાગી હતી.

આગની જ્વાળાઓ બહાર નીકળવા લાગી હતી અને જોતજોતામાં આખું ટૅન્કર તેમાં ફસાઈ ગયું હતું.

કેમિકલ ટૅન્કરમાં લાગેલી આગને કારણે બ્રિજ ઉપર અફરાતફરી સર્જાઈ હતી અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે ધસી જઈને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા.

બીબીસી ગુજરાતી, કેમિકલ ભરેલું ટેન્કર, વડોદરા, જાંબુવા બ્રિજ ઉપર અકસ્માત, નેશનલ હાઇવે 48 બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન