હવામાન સમાચાર : ગુજરાતમાં 19થી 22 ઑક્ટોબર વચ્ચે છૂટોછવાયો વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં 19થી 22 ઑક્ટોબર વચ્ચે છૂટોછવાયો વરસાદ પડશે?
હવામાન સમાચાર : ગુજરાતમાં 19થી 22 ઑક્ટોબર વચ્ચે છૂટોછવાયો વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ રાજ્યભરમાં ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે.

હવામાન વિભાગ અનુસાર, 19થી 22 ઑક્ટોબર દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અરબી સમુદ્રની સિસ્ટમ્સ પર હવામાનનો આધાર છે. રાજ્યમાં 25 ઑક્ટોબર સુધી ઑક્ટોબર હીટ એટલે કે ભાદરવી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન