ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ અથવા ઓછો વરસાદ પડી રહ્યો છે.
ઑગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવી શકે છે.
હવામાનનાં મૉડલો મુજબ, જો આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તો 4થી 6 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં ખાસ કરીને ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
જોકે, સિસ્ટમ સીધી ગુજરાત પરથી પસાર થશે કે ઉત્તર તરફ ફંટાશે તેનો સ્પષ્ટ ખ્યાલ સિસ્ટમ રચાયા બાદ જ આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



