Live, દિલ્હી જંતર-મંતર પ્રદર્શન : દિલ્હી ઍરપૉર્ટ પર જ અભિજિત, સૌરવ અને આશુતોષની અટકાયત

આજે દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટીએ વિરોધપ્રદર્શનનું એલાન આપ્યું છે. તેઓ ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી રહ્યા છે. વિરોધપ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સારાંશ

  • દિલ્હીના જંતર-મંતર પર આજે કૉક્રોચ જનતા પાર્ટીએ વિરોધપ્રદર્શનનું એલાન આપ્યું છે.
  • મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ તથા ચૂંટણીપ્રક્રિયામાં અનેક સુધારા અંગે આ વિરોધપ્રદર્શનનું આયોજન થયું છે.
  • સરકારે દિલ્હી તરફ આવતી અનેક ટ્રેનો કાલે જ રદ્દ કરી દીધી હતી અને દિલ્હીનાં અનેક મેટ્રો-સ્ટેશન બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.
  • દિલ્હી પોલીસે આ વિરોધપ્રદર્શનની મંજૂરી આપી નથી, તેમ છતાં દેશભરમાંથી લોકો અહીં પ્રદર્શન કરવા આવે તેવી શક્યતા છે.
  • સીજેપીના પ્રદર્શન વચ્ચે ચેન્નાઈમાં રાહુલ ગાંધીનો 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શનિવારે ચેન્નાઈમાં 'છાત્રો કી ગૂંજ' અભિયાનના છઠ્ઠા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરશે.
  • કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શનના આહ્વાન વચ્ચે જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીને પોલીસે શનિવારે સવારે અટકાયતમાં લીધા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શનના આહ્વાનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.પ્રદર્શનમાં ભાગ લેવા માટે લોકો એકત્ર થવાનું શરૂ કરી ચૂક્યા છે. બીજી તરફ, પોલીસ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે.
  • દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશનો બંધ કરવા અને ટ્રેન સેવાઓ રદ કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરવામાં આવી છે.
  • આ વર્ષે જુલાઈ મહિનામાં દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શનનો મુખ્ય ચહેરો રહેલા સોનમ વાંગચુકે કહ્યું છે કે, આ વખતે તેમનું આવવું અનિશ્ચિત છે.
  • કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું છે કે, જો તેમની ધરપકડ થઈ જાય, તો પણ નિષ્પક્ષ ચૂંટણી માટેની લડાઈ ચાલુ રહેશે.

લાઇવ કવરેજ

  1. દિલ્હી જંતર-મંતર : દિલ્હી ઍરપૉર્ટ પર જ અભિજિત, સૌરવ અને આશુતોષની અટકાયત

    દિલ્હી જંતર-મંતર : દિલ્હી ઍરપૉર્ટ પર જ અભિજિત, સૌરવ અને આશુતોષની અટકાયત
    ઇમેજ કૅપ્શન, અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફાઇલ તસવીર
  2. ધ્રુવ રાઠી બાદ રત્ના સિંહને પણ પોલીસે અટકાયતમાં લીધાં

    કૉક્રોચ જનતા પાર્ટીના લીગલ અફેર્સ વિભાગનાં વડાં રત્નાસિંહ. (ફાઇલ ફોટો)
    ઇમેજ કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટીના લીગલ અફેર્સ વિભાગનાં વડાં રત્નાસિંહ. (ફાઇલ ફોટો)

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ જણાવ્યું છે કે, જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી બાદ તેમના લીગલ અફેર્સ વિભાગનાં વડાં રત્નાસિંહને પણ પોલીસે અટકાયતમાં લીધાં છે.

    સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે જણાવ્યું કે, રત્નાસિંહ આ મુદ્દે પ્રદર્શન કરી રહેલા વકીલો સાથે જોડાવા જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં.

    દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ રૌનક ખત્રીએ પણ દાવો કર્યો છે કે, દિલ્હી પોલીસે તેમને અટકાયતમાં લીધા છે.

    આ પહેલાં ધ્રુવ રાઠીને ગુરુગ્રામમાં અટકાયતમાં લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.

  3. સીજેપીના પ્રદર્શન વચ્ચે ચેન્નાઈમાં રાહુલ ગાંધીનો 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ

    સીજેપીના પ્રદર્શન વચ્ચે ચેન્નાઈમાં રાહુલ ગાંધીનો 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ
    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસે કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શનથી અંતર જાળવી રાખ્યું છે. (ફાઇલ ફોટો)

    લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શનિવારે ચેન્નાઈમાં ‘છાત્રો કી ગૂંજ’ અભિયાનના છઠ્ઠા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરશે.

    બીજી તરફ, એ જ દિવસે દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવશે. કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ આ પ્રદર્શનનું ઍલાન કર્યું છે.

    સીજેપીએ તેમાં જોડાવા માટે તમામ વિપક્ષી પક્ષોને આમંત્રણ આપ્યું હતું. આ પ્રદર્શનમાં ડાબેરી પક્ષો સીપીએમ, સીપીઆઈ, સીપીઆઈ-એમએલ, આરએસપી અને ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લૉક ઉપરાંત આમ આદમી પાર્ટી અને મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસના સામેલ થવાની સંભાવના છે.

    જોકે, કૉંગ્રેસે આ પ્રદર્શનથી અંતર જાળવી રાખ્યું છે.

    બીજી તરફ, રાહુલ ગાંધીનો ‘છાત્રો કી ગૂંજ’ અભિયાન હેઠળ ચેન્નાઈમાં યોજાનારો કાર્યક્રમ દક્ષિણ ભારતમાં આ અભિયાનનો પ્રથમ કાર્યક્રમ છે.

    આ પહેલાં કોટા, દેહરાદૂન, પ્રયાગરાજ, પુણે અને ઇન્દોરમાં આ અભિયાનના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે.

  4. દિલ્હી જંતર-મંતર : ધ્રુવ રાઠીને વિરોધપ્રદર્શન પહેલાં જ પોલીસે અટકાયતમાં લીધા

    દિલ્હી જંતર-મંતર : ધ્રુવ રાઠીને વિરોધપ્રદર્શન પહેલાં જ પોલીસે અટકાયતમાં લીધા
    ઇમેજ કૅપ્શન, જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી (ફાઇલ ફોટો)

    કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શનના આહ્વાન વચ્ચે જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીને પોલીસે શનિવારે સવારે અટકાયતમાં લીધા છે.

    બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાના જણાવ્યા મુજબ, ધ્રુવ રાઠીની એક નજીકની વ્યક્તિ અને ગુરુગ્રામ પોલીસે તેમની અટકાયતની પુષ્ટિ કરી છે. તેમની નજીકની વ્યક્તિના જણાવ્યા મુજબ, ધ્રુવ રાઠીને ગુરુગ્રામના સેક્ટર-56 વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

    આ પહેલાં, શુક્રવારે મોડી સાંજે ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા પર એક રીલ પોસ્ટ કરી હતી. વીડિયોમાં તેઓ ઇન્ડિયા ગેટની સામે ફરતા જોવા મળી રહ્યા હતા.

    વીડિયોમાં ધ્રુવ રાઠીએ કહ્યું, “હું દિલ્હી આવી ગયો છું. મેં જોયું કે, વડા પ્રધાને 50થી વધુ મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધાં છે, ઘણી ટ્રેનો અને બસો પણ રદ કરવામાં આવી છે. પ્રદર્શનના કારણે દિલ્હીમાં લૉકડાઉન જેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે.”

    તેમણે આગળ કહ્યું, “મને સમજાતું નથી કે મોદીજી શું કરી રહ્યા છે. એક તરફ તમારા આઈટી સેલના લોકો કહી રહ્યા છે કે અમારા પ્રદર્શનમાં કોઈ ભીડ આવશે નહીં. જો ભીડ આવવાની નથી, તો પછી આ બધું કેમ કરી રહ્યા છો? મને તો લાગે છે કે તમે ડરી ગયા છો. હકીકતમાં હવે આખી જનતા જાગી ગઈ છે.”

    આ દરમિયાન, દિલ્હી પોલીસે પ્રદર્શનમાં સામેલ થવા માટે એકત્ર થઈ રહેલા અનેક પ્રદર્શનકારીઓને પણ અટકાયતમાં લીધા છે.

  5. દિલ્હી જંતર-મંતર પ્રદર્શન : મેટ્રો સ્ટેશનો બંધ કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

    દિલ્હી મેટ્રોનાં અનેક સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે (ફાઇલ ફોટો)
    ઇમેજ કૅપ્શન, દિલ્હી મેટ્રોનાં અનેક સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે (ફાઇલ ફોટો)

    દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશનો બંધ કરવા અને ટ્રેન સેવાઓ રદ કરવા મામલે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરવામાં આવી છે.

    અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના તે નિર્દેશનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં પરિવહન સેવાઓને સંપૂર્ણપણે બંધ ન કરવાની વાત કહેવામાં આવી હતી.

    લાઇવ લૉ અનુસાર, આ અવમાનના અરજી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન (આઈએએસ), દિલ્હી પોલીસ કમિશનર અનુરાગકુમાર (આઈપીએસ) અને દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (ડીએમઆરસી)નાં અધ્યક્ષ ડી. થારા (આઈએએસ) વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

    અરજદારે આરોપ લગાવ્યો છે કે, યોગ્ય કારણ વિના ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી રહી છે અને મેટ્રોનાં અનેક સ્ટેશનો બંધ રાખવામાં આવ્યાં છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતના નિર્દેશોનું પાલન કરવામાં અધિકારીઓની નિષ્ફળતાના કારણે દિલ્હીમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે.

    નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો અને ટ્રેન સેવાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોના નિર્ણય પર કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને પુનર્વિચાર કરવાની સૂચના આપી હતી.

  6. દિલ્હી જંતર-મંતર : પહેલાંની જેમ હું કદાચ ન આવી શકું, પણ જો ચૂલો ઓલવાય તો યાદ કરજો... - સોનમ વાંગચુકે શું કહ્યું?

    જંતર-મંતર પર વિરોધપ્રદર્શનના ઍલાન વચ્ચે સોનમ વાંગચુકે લોકોને શાંતિ જાળવવા અને એક થઈને લડવા માટે કહ્યું છે.
    ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર વિરોધપ્રદર્શનના ઍલાન વચ્ચે સોનમ વાંગચુકે લોકોને શાંતિ જાળવવા અને એક થઈને લડવા માટે કહ્યું છે.

    આવર્ષેજુલાઈમહિનામાંદિલ્હીનાજંતર-મંતરખાતેકૉક્રોચજનતાપાર્ટી (સીજેપી)નાપ્રદર્શનનોમુખ્યચહેરોરહેલાસોનમવાંગચુકેકહ્યુંછેકે,આવખતેતેમનુંઆવવુંઅનિશ્ચિતછે.

    સીજેપીના પ્રદર્શનના એક દિવસ પહેલાં તેમણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું છે કે, કદાચ આ વખતે તેઓ ન આવે.

    લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુક, નીટ પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને જંતર-મંતર પર સીજેપી દ્વારા આયોજિત પ્રદર્શનના મુખ્ય ચહેરા હતા.

    તેમણે તે દરમિયાન 23 દિવસની ભૂખ હડતાળ કરી હતી.

    માનવામાં આવી રહ્યું હતું કે, આ વખતે પણ તેઓ જંતર-મંતર પર યોજાનારા પ્રદર્શનમાં સામેલ થશે.

    તેમણે પ્રદર્શનને સમર્થન તો આપ્યું છે, પરંતુ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમણે કહ્યું, “તમારામાંથી ઘણા લોકોએ પૂછ્યું છે કે હું ક્યાં છું? ચૂપ કેમ છું? દિલ્હી સંઘર્ષમાં સામેલ કેમ નથી? દેશ પર મંડરાઈ રહેલા રાજકીય ખતરાને ટાળવા તમે સૌ એકજૂથ થયા છો એ વાતની હું પ્રશંસા કરું છું. પણ દેશ પ્રાકૃતિક સમસ્યાઓ સામે પણ ઝઝૂમી રહ્યો છે.”

    “પહેલાંની જેમ કદાચ હું ન આવી શકું કારણ કે પહેલાં જ્યારે ચૂલા પર આગ પેટાવવાની હતી ત્યારે દીવાસળીની જરૂર પડે છે. પણ જ્યારે ચૂલો પ્રગટી જાય છે તો રસોઈ બનતી જાય છે, બધું આપોઆપ ચાલવા લાગે છે. મને આશા છે કે તમે રાજકીય સમસ્યાઓ સામે લડશો અને અમે અહીં પ્રાકૃતિક આપત્તિઓ સામે.”

    “તમે લોકો સાથે મળીને લડજો. જે લોકો નેતૃત્વ કરવાના છે એમને હું કહું છું કે એકતામાં બળ છે. સાથે મળીને લડજો, એક બનીને સંઘર્ષ કરજો. પ્રજાને, યુવાનોને હું કહેવા માગું છું કે શાંતિનો સાથ ક્યારેય ન છોડશો.”

    “બાપુની એક ભેટ હું તમારા માટે દિલ્હી લઈને આવ્યો હતો. એ ભેટને ક્યારેય છોડશો નહીં. જે પણ વિપત્તિ આવે, તમે શાંતિ બનાવીને રાખજો. જીત તમારી જ થશે. પણ જો કદાચ ચૂલો ઓલવાઈ જાય તો, આ દીવાસળી, આ નાચીઝને યાદ કરજો.”

  7. દિલ્હી જંતર-મંતર : પોલીસે અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા, પ્રદર્શનની તસવીરો

    કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે
    ઇમેજ કૅપ્શન, કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

    દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શનના આહ્વાનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

    પ્રદર્શનમાં ભાગ લેવા માટે લોકો એકત્ર થવાનું શરૂ કરી ચૂક્યા છે. બીજી તરફ, પોલીસ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે.

    પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીનાં રેલવે સ્ટેશનો, હોટલો અને મુખ્ય સરહદી વિસ્તારોમાં દેખરેખ વધારી દેવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર પહોંચતા મુસાફરો અને હોટલોમાં રોકાતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પ્રદર્શનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચતા લોકો પર પણ પોલીસ નજર રાખી રહી છે.

    જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત વિરોધપ્રદર્શન પહેલાં ફિરોઝશાહ રોડ અને મંડી હાઉસ વિસ્તારમાં રૅપિડ ઍક્શન ફોર્સ (આરએએફ) તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ, દિલ્હી-નોઇડા સરહદ પર પણ મોટી સંખ્યામાં પોલીસ દળોની તહેનાતી કરવામાં આવી છે.

    દક્ષિણ દિલ્હીના ડીસીપી અનંત મિત્તલે જણાવ્યું કે, પ્રદર્શનના આહ્વાનને ધ્યાનમાં રાખીને દક્ષિણ જિલ્લા સહિત સમગ્ર દિલ્હીમાં સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

    તેમણે કહ્યું કે, પોલીસ તપાસ દ્વારા અનધિકૃત લોકોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

    ડીસીપી અનંત મિત્તલના જણાવ્યા મુજબ, પ્રદર્શન દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવી પોલીસની પ્રાથમિકતા છે. તેના માટે વિવિધ સરહદી વિસ્તારોમાં લગભગ 12 પોલીસ પિકેટ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, જિલ્લામાં પણ અનેક સ્થળોએ પોલીસ પિકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને બહારની પોલીસ ચોકીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    પ્રદર્શનમાં ભાગ લેવા માટે લોકો એકત્ર થવાનું શરૂ કરી ચૂક્યા છે. બીજી તરફ, પોલીસ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે.
    પ્રદર્શનમાં ભાગ લેવા માટે લોકો એકત્ર થવાનું શરૂ કરી ચૂક્યા છે. બીજી તરફ, પોલીસ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે.
    પ્રદર્શનમાં ભાગ લેવા માટે લોકો એકત્ર થવાનું શરૂ કરી ચૂક્યા છે. બીજી તરફ, પોલીસ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે.
  8. પ્રદર્શન પહેલાં અભિજીત દીપકેએ કહ્યું - મારી ધરપકડ થઈ જાય તો પણ...

    અભિજીત દીપકેએ મીડિયા સાથે વાતચીત કરીને કહ્યું કે વિરોધપ્રદર્શન તેમનો મૂળભૂત અધિકાર છે.
    ઇમેજ કૅપ્શન, અભિજીત દીપકેએ મીડિયા સાથે વાતચીત કરીને કહ્યું કે વિરોધપ્રદર્શન તેમનો મૂળભૂત અધિકાર છે.

    કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું છે કે, જો તેમની ધરપકડ થઈ જાય, તો પણ નિષ્પક્ષ ચૂંટણી માટેની લડાઈ ચાલુ રહેશે.

    અભિજીત દીપકે શનિવારે સવારે મુંબઈથી દિલ્હી માટે રવાના થયા હતા. આ પહેલાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, વિરોધપ્રદર્શન તેમનો મૂળભૂત અધિકાર છે.

    અભિજીત દીપકેએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે વડા પ્રધાન આ દેશના યુવાનો અને જનતાથી આટલા ડરેલા કેમ છે. તમામ રેલવે સેવાઓ અને મેટ્રો સ્ટેશનો બંધ કરવાની શું જરૂર હતી? તેમણે ઇન્ટરનેટ બંધ કરી દીધું છે અને રસ્તાઓ અવરોધી દીધા છે.”

    “તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી સેના લાવીને દિલ્હીમાં તહેનાત કરી છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી સીઆરપીએફ દળોને બોલાવીને દિલ્હીમાં તહેનાત કરવામાં આવ્યાં છે. શું નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાના જ દેશની જનતા વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવા માંગે છે? શું જ્ઞાનેશકુમાર તેમને એટલા પ્રિય છે કે તેઓ પોતાની જ જનતા સામે પોલીસ અને સેના ઊભી કરશે?”

    તેમણે કહ્યું, “પીએમ મોદી ડરી ગયા છે. તેમને ડર છે કે આ ઘટનાના પછી આ દેશની જનતા તેમને મત નહીં આપે. એટલે કે માત્ર સત્તામાં ટકી રહેવા માટે તેઓ ટ્રેનોમાંથી લોકોને ઊતારી રહ્યા છે. હાઉસિંગ સોસાયટીઓમાં જાહેરાતો કરવામાં આવી રહી છે કે લોકો પ્રદર્શનોમાં ભાગ ન લે.”

    “દિલ્હી પોલીસ ઘર-ઘર જઈને લોકોને કહી રહી છે કે પ્રદર્શનોમાં ભાગ ન લો. પરંતુ અમે કેમ ન કરીએ? વિરોધપ્રદર્શન અમારો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 19 અમને લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર આપે છે, અને અમે એ જ કરવા જઈ રહ્યા છીએ.”

    દીપકેને પૂછવામાં આવ્યું કે દિલ્હી ઍરપૉર્ટ પર પહોંચ્યા પછી તેમની ધરપકડ થઈ શકે છે?

    આના જવાબમાં તેમણે કહ્યું, “જો તેઓ મને અટકાયતમાં લેવા અથવા ધરપકડ કરવા માંગે છે, તો કરે. હું તેના માટે તૈયાર છું. તેનાથી મને કોઈ ફરક પડતો નથી. યુએપીએ લગાવી દે, એનએસએ લગાવી દે. પરંતુ અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ તથા આ દેશના લોકતંત્રને બચાવવા માટે લડતા રહીશું.”

    બીજી તરફ, જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે બૅરિકેડિંગ કરવામાં આવી છે.

  9. રાષ્ટ્રપતિ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી : ભાજપે કહ્યું - તેમણે તમામ હદો પાર કરી દીધી

    રાહુલ ગાંધીએ શુક્રવારે મોડી સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કર્યા બાદ તેમનો આભાર માન્યો હતો
    ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ શુક્રવારે મોડી સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કર્યા બાદ તેમનો આભાર માન્યો હતો

    ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંગેનું નિવેદન 'રાજકીય પ્રેરિત' છે.

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ શુક્રવારે મોડી સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કર્યા બાદ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

    મુલાકાત બાદ રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું, "મને લાગતું હતું કે રાષ્ટ્રપતિ કહેશે કે ચૂંટણી ચોરી થતી નથી. પરંતુ રાષ્ટ્રપતિએ અમારી વાતો સાંભળી. તેમણે અમારી વાતોને નકારી નહોતી. અમે આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે એવું કહ્યું નહોતું કે ભારતમાં ચૂંટણી ચોરી થઈ રહી નથી."

    આ અંગે ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ તમામ મર્યાદાઓ પાર કરી દીધી છે.

    તેમણે કહ્યું, "મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાએ ઇન્ડિયા ગઠબંધનને મુલાકાત માટે સમય આપ્યો હતો. રાહુલ ગાંધી અને તેમના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ, જે છેલ્લા ઘણા દિવસોથી આધારવિહોણા અને નિરર્થક પ્રદર્શનો કરી રહ્યા છે, તેમણે દેશની સર્વોચ્ચ સંસ્થા અંગે આવું નિવેદન આપ્યું છે, જે માત્ર વિચિત્ર જ નથી લાગતું, પરંતુ તેમાં સત્ય કરતાં વધુ રાજકારણની ગંધ આવે છે."

    સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "રાહુલ ગાંધીનું એવું કહેવું કે, મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાએ તેમના આરોપોને સ્વીકારી લીધા છે, તે દર્શાવે છે કે, રાહુલ ગાંધી દેશની દરેક બંધારણીય સંસ્થાને પોતાની રાજનીતિનો ભોગ બનાવવાનું દુષ્ચક્ર રચી રહ્યા છે. તેમણે આજે તમામ હદો પાર કરી દીધી છે."

    "રાહુલ ગાંધીનો અગાઉનો રેકૉર્ડ પણ એવો જ રહ્યો છે. તેઓ દેશની સર્વોચ્ચ અદાલત વિશે ખોટું બોલવા બદલ બિનશરતી માફી માંગી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ દેશના મુખ્ય ચૂંટણી પંચ પર પણ સતત કોઈ આધાર વિના આરોપો લગાવતા રહ્યા છે."

    સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ આજે રાષ્ટ્રપતિ સાથે થયેલી ચર્ચાને એવી રીતે રજૂ કરી છે, જે તેમની રાજકીય રણનીતિને અનુકૂળ આવે.

    નોંધનીય છે કે, શુક્રવારે સાંજે વિપક્ષી પક્ષોના સાંસદોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં માર્ચ કાઢીને રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.

  10. પ્રદર્શન પહેલાં જંતર-મંતરની સ્થિતિ કેવી છે, તસવીરોમાં જુઓ

    ઘણી તસવીરોમાં બૅરિકેડિંગ, ભારે પોલીસ બંદોબસ્ત અને પોલીસની વૅન પણ જોવા મળી રહી છે.
    ઇમેજ કૅપ્શન, ઘણી તસવીરોમાં બૅરિકેડિંગ, ભારે પોલીસ બંદોબસ્ત અને પોલીસની વૅન પણ જોવા મળી રહી છે.

    કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તહેનાતી અને પ્રતિબંધો વધારી દીધાં છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ કેટલીક તસવીરો જાહેર કરી છે, જેમાં ભારે પોલીસ બંદોબસ્ત, સુરક્ષા દળો અને પોલીસનાં વાહનો નજરે પડી રહ્યાં છે.

    હકીકતમાં, સીજેપીના નેતૃત્વમાં યોજાનારા આ પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવી નહોતી. જોકે, સીજેપીના નેતાઓનું કહેવું છે કે તેઓ જંતર-મંતર પહોંચશે.

    પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે તેઓ ઇતિહાસ રચશે.

    આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું, "પ્રિય કૉક્રોચિસ! મને ગર્વ છે કે આપણે અત્યાર સુધી કેટલી લાંબી સફર કરી છે. ભલે કંઈ પણ થઈ જાય, આપણે ચોક્કસ ઇતિહાસ રચીશું!"

    તેમણે લખ્યું, "માત્ર એક વાત યાદ રાખજો - હાથમાં બંધારણ અને દિલમાં ગાંધી. કંઈ પણ થઈ જાય, આપણો હાથ નહીં ઊઠે. ભારત માતા કી જય."

    તેમના ઉપરાંત, સીજેપીના સ્થાપક અભિજીત દીપકે, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, સામાજિક-રાજકીય કાર્યકર યોગેન્દ્ર યાદવ, આઈસાનાં અધ્યક્ષ નેહા બોરા અને જાણીતા યૂટ્યૂબર ધ્રુવ રાઠીએ પણ લોકોને મોટી સંખ્યામાં જોડાવાની અપીલ કરી છે.

    કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તહેનાતી અને પ્રતિબંધો વધારી દીધાં છે.
    કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તહેનાતી અને પ્રતિબંધો વધારી દીધાં છે.
    કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તહેનાતી અને પ્રતિબંધો વધારી દીધાં છે.
    કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તહેનાતી અને પ્રતિબંધો વધારી દીધાં છે.
  11. કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં 250થી વધુ ટ્રેનો રદ, મોટા પાયે ટ્રેનો રદ કરાતાં હજારો મુસાફરોને પડી રહેલી મુશ્કેલીને લઈને રેલવેના આ નિર્ણય પર સવાલો ઊઠી રહ્યા છે.

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન પહેલાં નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી આવતી-જતી 250થી વધુ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.
    ઇમેજ કૅપ્શન, મોટા પાયે ટ્રેનો રદ કરાતાં હજારો મુસાફરોને પડી રહેલી મુશ્કેલીને લઈને રેલવેના નિર્ણય પર સવાલો ઊઠી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન પહેલાં નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી આવતી-જતી 250થી વધુ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, રેલવે બોર્ડના નિર્ણય હેઠળ 9 ઑક્ટોબરે બપોરે 2 વાગ્યા પછી પોતાના પ્રારંભિક સ્ટેશનો પરથી રવાના થનારી મુસાફર ટ્રેનો રદ કરવામાં આવી છે.

    આ ઉપરાંત, 10 ઑક્ટોબરે સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે નવી દિલ્હી અથવા હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર પહોંચનારી ટ્રેનો પણ રદ રહેશે.

    મોટા પાયે ટ્રેનો રદ કરાતાં હજારો મુસાફરોને પડી રહેલી મુશ્કેલીને લઈને રેલવેના આ નિર્ણય પર સવાલો ઊઠી રહ્યા છે. રેલવેના પૂર્વ અધિકારીઓ, મુસાફર સંગઠનો અને કર્મચારી મહાસંઘોએ આ પગલાની ટીકા કરી છે.

    રેલવે બોર્ડના પૂર્વ સભ્ય (ઇજનેરી) સુબોધ જૈને કહ્યું, "આટલી મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવી એ પ્રદર્શનકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવા જેવું છે."

    ઑલ ઇન્ડિયા રેલવેમૅન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ પણ રેલવેના આ નિર્ણયની ટીકા કરી. તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "દેશના કોઈપણ ભાગમાં વિરોધપ્રદર્શન અથવા આંદોલનના કારણે એકસાથે આટલી મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી હોય તેવો કોઈ અગાઉનો દાખલો તેમને યાદ નથી."

    તેમણે કહ્યું કે અચાનક ટ્રેનો રદ થવાથી હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    બીજી તરફ, દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (ડીએમઆરસી)એ પણ 57 મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર જવાના દરવાજા બંધ કરી દીધા છે.

    (બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)