ગિરનાર : કાકાનો હાથ પકડી જતાં બાળકને સિંહ ખેંચી ગયો, નજરે જોનારે શું કહ્યું?
આ વેદના એ પરિવારની છે જેમના બાળકને 50 જેટલા લોકોની હાજરીમાં સિંહ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પરિવાર સાથે આ દુર્ઘટના બની હતી.
બાળક તેના કાકાનો હાથ પકડીને ગિરનારનાં પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે સિંહ તેને ખેંચી ગયો હોવાનું સંબંધીનું કહેવું છે.
ત્યારબાદ વનવિભાગની ટીમે શોધખોળ કરતાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે.
ઘટનાના પગલે ગિરનારની મુખ્ય સીડી પરથી યાત્રાળુઓની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આસપાસનો વિસ્તાર સુરક્ષાના હેતુથી બંધ કરાવવામાં આવ્યો છે, જ્યારે શ્રદ્ધાળુઓને જટાશંકર નજીક આવેલી જૂની સીડી પરથી અવરજવર કરવા સૂચના આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સિંહની હાજરી ધરાવતા અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં સિંહના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images



