You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રૅચ્યુઇટી નોકરીના એક વર્ષ બાદ મળશે કે પાંચ વર્ષ બાદ, નવા નિયમોમાં કેવા ફેરફાર થયા છે?
ભારત સરકારે લાગુ કરેલા નવા લેબર કોડ મુજબ ગ્રૅચ્યુઇટીના નિયમોમાં ફેરફાર થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામને એક વર્ષ પછી ગ્રેચ્યુઇટીનો લાભ મળશે પરંતુ એવું નથી.
જે કર્મચારીઓ 'ફિક્સ્ડ ટર્મ' (કોન્ટ્રાક્ટ) પર છે માત્ર તેમને જ 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ગ્રૅચ્યુઇટીનો લાભ મળશે.
જ્યારે ફૂલટાઇમ કર્મચારીઓને તો પાંચ વર્ષે જ ગ્રેચ્યઇટી મળશે. જે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 11 મહિનાનો હશે તેમને ગ્રેચ્યુઇટી નહીં મળે.
ઓછામાં ઓછું 1 વર્ષ એટલે 12 મહિના પૂર્ણ હોવા જોઈએ. ફિક્સ ટર્મ પર રહેલા કર્મચારીઓને પ્રો રેટા બેઝ પર મળશે ગ્રૅચ્યુઇટી, એટલે કે જો તમે બે વર્ષ કામ કર્યું હોય તો તે બે વર્ષના આધારે તમને ગ્રેચ્યુઇટી મળશે.
ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે?
ગ્રેચ્યુઇટીની ગણતરી છેલ્લા પગાર (Last Drawn Salary) અને નોકરીના વર્ષોના આધારે થાય છે. તેનો ફોર્મ્યુલા છે. - (છેલ્લો માસિક પગાર) × (15/26) × (નોકરીના વર્ષો)
ગ્રેચ્યુઇટીમાં કંઈ વસ્તુઓ ધ્યાને લેવાશે અને કંઈ નહીં?
નવા નિયમ મુજબ, ગ્રેચ્યુઇટી માટેના 'વેતન'માં બેઝિક પે (Basic Pay) અને મોંઘવારી ભથ્થું (DA) સામેલ હશે. બોનસ, HRA, કન્વેયન્સ એલાઉન્સ અને પ્રોવિડન્ટ ફંડ (PF) માં કંપનીનો ફાળો ગ્રેચ્યુઇટીની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં.
કંપનીઓએ કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની રકમ 30 દિવસની અંદર ચૂકવી દેવાની રહેશે. આ સુધારેલા નિયમો 21 નવેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવ્યા છે.