ચંદ્ર પરના ક્રેટરને અપાયું કમાન્ડરનાં મૃત પત્નીનું નામ

વીડિયો કૅપ્શન, ચંદ્ર પરના ક્રેટરને અપાયું કમાન્ડરનાં મૃત પત્નીનું નામ
ચંદ્ર પરના ક્રેટરને અપાયું કમાન્ડરનાં મૃત પત્નીનું નામ

નાસાના આર્ટેમિસ-2નાં ચાર અવકાશયાત્રી પૃથ્વીથી દૂર અવકાશમાં એક એવી જગ્યાએ પહોંચ્યાં, જ્યાં અત્યાર સુધી કોઈ માનવી પહોંચી શક્યો નથી અને આ એક નવો વિક્રમ છે.

દરમિયાન ચંદ્ર પરના એક ક્રેટરને એટલેકે ચંદ્ર પર જે મોટા ખાડા દેખાય છે, તેમાંથી એકને આર્ટેમિસ -2ના કમાન્ડરનાં મૃત પત્નીનું નામ અપાયું છે.

મિશનની ટીમે ભાવુક થઈને આ વાત જાહેર કરી હતી.

આર્ટેમિસ-2ના અવકાશયાત્રી જેરેમી હાન્સેને નાસાનાં કેલ્સી યંગને કહ્યું કે તેઓ નરી આંખે કે દૂરબીનથી ચંદ્ર પરના અલગ અલગ ક્રેટર્સને જોઈ રહ્યા છે અને આમાંના કેટલાક ક્રેટરને કંઈક નામ આપવા માગે છે.

ટીમે પ્રસ્તાવ મૂક્યો કે એક ક્રેટરને આર્ટેમિસ-2 ના કમાન્ડર રેઇડ વાઇસમેનનાં મૃત પત્નીના નામે કૅરોલ ટેઇલર વાઇસમૅન તરીકે ઓળખવામાં આવે.

તેમનું 2020માં 46 વર્ષની ઉંમરે કૅન્સરથી મૃત્યુ થયું હતું.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA/BBC