આશા ભોંસલેએ લતા મંગેશકર સામે પોતાની અલગ ઓળખ કેવી રીતે બનાવી?

વીડિયો કૅપ્શન, મોટી બહેન લતા મંગેશકર સામે આશા ભોંસલેએ પોતાની અલગ ઓળખ કેવી રીતે બનાવી?
આશા ભોંસલેએ લતા મંગેશકર સામે પોતાની અલગ ઓળખ કેવી રીતે બનાવી?

રવિવારે 92 વર્ષની ઉંમરે આશા ભોંસલેનું નિધન થયું. રવિવારે મુંબઈ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરાઈ.

ત્યારે આશા ભોંસલેનાં ગીતો અને તેમની સ્મૃતિઓ ચાહકોના માનસપટ પર તાજી થઈ રહી છે.

આશા ભોંસલેના અવાજમાં રહેલી નટખટતા અને રમતિયાળ ગીતોની ચર્ચા તો થાય છે, પરંતુ તેમના લાંબા અને કપરા સંઘર્ષની વાત બહુ થોડી થાય છે.

સત્ય તો એ છે કે પોતાની વિલક્ષણ પ્રતિભા હોવા છતાં આશા ભોંસલેએ 'બીજા નંબર'થી જ સંતોષ માનવો પડ્યો, કારણ કે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'અવ્વલ નંબર' પર તેમનાં જ મોટાં બહેન અને મહાન ગાયિકા લતા મંગેશકર હતાં.

આશા માત્ર સોળ વર્ષનાં હતાં, ઘરમાંથી ભાગી જઈને આશાએ 31 વર્ષના ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કરી લીધાં.

પરિવારની મરજીની વિરુદ્ધ જઈને આશાએ આ પગલું લીધું, જેણે લતા અને આશાની વચ્ચે પહેલી ખાઈ ઊભી કરી, જે વર્ષો સુધી નહોતી ભરાઈ.

આગળ જતાં આ યાદીમાં બીજાં કારણો ઉમેરાતાં ગયાં,ત્યારે આશા ભોંસલેના સંઘર્ષની કહાણી પર એક નજર.

આશા ભોસલે અવસાન અંતિમ સંસ્કાર, લતા મંગેશકર, બોલીવૂડ ગાયિકા, 92 વર્ષ, આશા ભોસલેનો જન્મ અને ઇતિહાસ, રેર ઇન્ટરવ્યૂ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન