You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : પીવાના પાણી માટે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરવા મજબૂર લોકોની કહાણી
ગુજરાત : પીવાના પાણી માટે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરવા મજબૂર લોકોની કહાણી
પ્રકાશિત
ગુજરાતની આ મહિલાઓ પીવાનું પાણી મેળવવા માટે રોજ પોતાનો જીવ જોખમમાં મૂકી આશરે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરવા મજબૂર છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા મોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયામાં રહેતા લોકોની આ કહાણી છે.
રોજિંદા પીવાનું અને ઘર વપરાશનું પાણી મેળવવું એક પડકાર છે. એક ડોલ પાણી માટે ગામની મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવાની અંદર લોખંડની સીડી અને દોરડા બાંધીને નીચે ઉતરવા મજબૂર છે. આ લોકોની કહાણી જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : અપૂર્વ પારેખ, મનોજ દળવી
ઍડિટ : અવધ જાની
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન