અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ, ગોળીઓ ચલાવનાર સંદિગ્ધ માર્યો ગયો
અમેરિકાના વૉશિંગ્ટનમાં શનિવારે વ્હાઇટ હાઉસ પાસે થયેલા ગોળીબારમાં એક શખ્સ ઘાયલ થયો છે, જ્યારે ગોળીઓ ચલાવનાર સંદિગ્ધ માર્યો ગયો છે.
ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હતા. સાંજે અંદાજે છ વાગ્યે વ્હાઇટ હાઉસમાં અનેક પત્રકારોએ ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.
સિક્રેટ સર્વિસના નિવેદન અનુસાર, 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા ઍવેન્યુની પાસે એક વ્યક્તિએ પોતાની બૅગમાંથી હથિયાર કાઢ્યું અને ફાયરિંગ શરૂ કર્યું હતું.
સિક્રેટ સર્વિસ પોલીસે જવાબી ફાયરિંગ કર્યું અને સંદિગ્ધને ગોળી વાગી. તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ ગોળીબારમાં એક રાહદારીને પણ ગોળી વાગી છે.
વ્હાઇટ હાઉસ બહાર થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા સંદિગ્ધની ઓળખ થઈ છે. આ શખ્સનું નામ નાસિર બેસ્ટ છે, જેની ઉંમર 21 વર્ષ છે.

ઇમેજ સ્રોત, Fatih Aktas/Anadolu via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



